છેલ્લા 57-58 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલી યોજશે. આ રેલી માટે દેશનાં 20થી વધુ રાજ્યોનાં ખેડૂતો ટ્રેક્ટર લઇને આવશે અને એક લાખ ટ્રેક્ટર રેલીમાં હાજરી આપશે એવી માહિતી વિશ્વસયનીય સૂત્રો દ્વારા મળી હતી. અત્રે એ નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે રચેલી ચાર સભ્યોની સમિતિ પર પોતાને વિશ્વાસ નથી એવું ખેડૂતો સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યા છે. સરકારે દોઢ વર્ષ માટે નવા કૃષિ કાયદાનો અમલ રોકવાની કરેલી ઑફર પણ ખેડૂતોએ ફગાવી દીધી હતી. અત્યાર સુધીમાં સરકાર અને ખેડૂતો વચ્ચે વાટાઘાટના દસ તબક્કા પસાર થઇ ચૂક્યા હતા. ખેડૂતો એક જ વાત પકડીને બેઠા હતા કે ત્રણ ત્રણ કાયદા પાછા ખેંચો.

દિલ્હી પોલીસ પાસે અધિકાર છે કે કોઇને દિલ્હીમાં આવતાં રોકે
બીજી બાજુ સરકારે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોઇ પણ સંજોગોમાં કાયદા રદ નહીં થાય. તમારી પચાસ ટકાથી વધુ માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે. હવે વધુ કશું નહીં. ટ્રેક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટે હાથ ઊંચા કરી દીધા હતા અને કહ્યું હતું કે દિલ્હી પોલીસ પાસે અધિકાર છે કે કોઇને દિલ્હીમાં આવતાં રોકે. આમ દિલ્હી પોલીસનું ટેન્શન જબરદસ્ત થઇ ગયું હતું. પ્રજાસત્તાક દિન પરેડ માટે દિલ્હી પોલીસે થ્રી ટાયર સિક્યોરિટીની વ્યવસ્થા કરી છે પરંતુ જ્યારે હજારો લોકોની મેદની હોય ત્યાં આવા સિક્યોરિટી બંદોબસ્ત ભાંગી પડતાં હોય છે.

વીસથી વધુ રાજ્યોના ખેડૂતો પોતાનાં ટ્રેક્ટર લઇને આવશે
દરમિયાન, ખેડૂતોના પ્રવક્તાએ કહ્યું કે પ્રજાસત્તાક દિનની અમારી રેલીમાં વીસથી વધુ રાજ્યોના ખેડૂતો પોતાનાં ટ્રેક્ટર લઇને આવશે. દરેક ટ્રેક્ટર પર ચારથી પાંચ ખેડૂતો બેઠાં હશે. પાંચ હજારથી વધુ સ્વયંસેવકો વૉકી ટૉકી દ્વારા વ્યવસ્થા સંભાળશે. કોઇ વ્યક્તિ અટકચાળું ન કરી શકે એવી વ્યવસ્થા અમે કરી હતી. આ સ્વયંસેવકો પાસે ફર્સ્ટ એઇડનું બોક્સ પણ હશે. કોઇને નાની મોટી ઇજા થાય તો આ ફર્સ્ટ એઇડ બોક્સ કામ લાગશે. આ સ્વયંસેવકોએ લીલા રંગના જેકેટ પહેર્યાં હશે જેથી તેઓ અન્યો કરતાં અલગ પડી આવે.
શાંત આંદોલન બદનામ થઇ જવાની પૂરી શક્યતા
સૌથી મહત્ત્વની વાત એ છે કે ટ્રેક્ટર રેલી શાંતિપૂર્ણ રીતે પૂરી થાય એ ખેડૂત નેતાઓ માટે બહુ મોટો પડકાર ગણાશે. સહેજ પણ હિંસા થાય તો છેલ્લા પંચાવન છપ્પન દિવસથી તેમના દ્વારા ચાલી રહેલું શાંત આંદોલન બદનામ થઇ જવાની પૂરી શક્યતા હતી. ખેડૂત નેતાઓએ એવો અણસાર આપ્યો હતો કે દિલ્હીના આઉટર રીંગ રોડ પર અમારી ટ્રેક્ટર રેલી યોજાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સ્ટડિ/ રિસર્ચમાં સ્વાસ્થ્ય અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વહેલા સુવાથી વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ
- અમેરિકાએ એવું તો શું કર્યું કે શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો : સેન્સેક્સ 50 હજારથી નીચે, રોકાણકારોના કરોડો ડૂબ્યા
- ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન
- જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત
- મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન