GSTV
Ahmedabad Trending ગુજરાત

વિક્રેતા બેફામ/ ખાતરના ભાવવધારાને લઈને સરકાર ઘેરાઈ, ભાવઘટાડો છતાં નવા ભાવે ખાતરનું વેચાણ થતા ખેડૂતો લાચાર

ખાતર

ખાતરના ભાવવધારાને લઈને સરકાર ઘેરાઈ છે.ત્યારે સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો બનાસકાંઠાના ખેડૂતોએ આરોપ લગાવ્યો છે.ઈફકો નવા ભાવથી ખાતરનું વેચાણ કરે છે અને એક બેગ પર 255 રૂપિયાનો વધારો યથાવત હોવાનું ખેડૂતોએ કહ્યુ હતુ. રાજ્ય સરકારના પ્રધાનો ખેડૂતોને ગેરમાર્ગે દોરતા હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો. તમામ ઇફકોના ખાતરમાં ભાવ વધારો યથાવત હોવાનું ખેડૂતો કહેતા જોવા મળ્યા.

ખાતર
  • સરકારના ભાવ વધારા લઈને વિવાદ
  • ઇફકો હવે નવા ભાવથી કરે છે વેચાણ
  • NPK રૂ 1185ની જગ્યાએ 1440 વસુલ કરી રહી છે
  • એક બેગ પર 255નો વધારો યથાવત
  • સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે
  • ભાવ વધારો કોઈજ પાછો ખેંચાયો નથી
  • વેપારી, મંડળી અને સંઘ ને હવે નવા ભાવથી ઇફકો આપે છે ખાતર
  • સરકારના મંત્રીઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે

ખાનગી દુકાનદારો જ નહીં, સહકારી મંડળીઓ ય મનસ્વી રીતે રૂા.1185ની ખાતરની બેગ રૂા.1470માં વેચે છે

કેન્દ્ર સરકારે ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત કરી હોવા છતાંય ગુજરાતમાં નવા ભાવે જ ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે. ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેર કર્યુ હતું કે, જૂના ભાવે જ ખાતર વેચાશે.નવો ભાવ વધારો લેવાશે નહીં. આમ છતાંય વિક્રેતાઓ જૂના ભાવે જ ખાતર વેચી રહ્યા છે જેના કારણે ખેડૂતોની દશા માઠી થઇ છે.

ખાતરમાં ભાવ વધારો થતાં હોબાળો મચ્યો હતો જેના કારણે કેન્દ્ર સરકારે ભાવ વધારો પાછો ખેચવો પડયો હતો. તે વખતે ખુદ ગુજકોમાસોલે એવો ખુલાસો કર્યો હતોકે, ખાતર ઉત્પાદક કંપનીઓને રૂા.28,500 કરોડની સબસિડી અપાઇ છે જેના કારણે ભાવ વધારો સૃથગિત કરાયો છે.

ખાતર

ગુજરાત કિસાન કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છેકે, ખાતરનો ભાવ ઘટાડોએ માત્ર દેખાડો હતો. વાસ્તવમાં ભાજપ સરકારે ખાતર કંપનીઓને સબસિડી આપવાનુ નાટક હતું. અગાઉ ખાતર કંપનીઓને રૂા.71,309 કરોડ પછી રૂા.14750 કરોડ સબસિડી ચૂકવી હતી. આમ છતાંય ખેડૂતોને સસ્તુ ખાતર મળી રહ્યુ નથી. સરકારે જ ખાતર કંપનીઓને ખેડૂતોને લૂંટવાનો પીળો પરવાનો આપ્યો છે.

ઇફકો કંપનીએ તા.15મી ઓક્ટોબરે ખાતરની બેગનો ભાવ રૂા.1450 કરી દીધો હતો જેથી ખેડૂતો ભારે વિરોધ નોંધાવ્યો હતો. હવે જયારે રવિ સિઝનમાં વાવેતર શરૂ થયુ છે ત્યારે વિક્રેતાઓ જૂના ભાવે જ ખાતર વેચી રહ્યા છે.

આજે જ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં રૂા.1185 મળતી ખાતરની એક બેગ રૂા.1470માં વેચાઇ રહી છે. હવે સવાલ એ છેકે, જો ભાવ ઘટાડો કરાયો છે તો જૂના ભાવે શા માટે ખાતર વેચાઇ રહ્યુ છે. હદ તો એ થઇ છેકે, ખાનગી દુકાનદારો જ નહીં, સહકારી મંડળીઓ પણ જૂના ભાવે ખેડૂતોને ખાતર વેચી ધૂમ નફો કમાઇ રહી છે જયારે ખેડૂતો મજબૂરવશ મોંઘુ ખાતર લેવા લાચાર બન્યા છે.

ખેડૂતોએ રોષ ઠાલવ્યો છેકે,અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવી કુદરતી મારનો ઘા થયો છે ત્યારે ખેડૂતોના માથે હવે આિર્થક માર પર પડયો છે. આ કારણોસર ખેતી કરવી મોઁઘી બની છે. બિયારણ,જંતુનાશક દવા સહિત ડિઝલ અને ખેતમજૂરીના ખર્ચ બાદ પણ ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળતા નથી ત્યારે સરકાર હજુ ય ખેડૂતોની બમણી આવકના બણગાં ફુંકી રહી છે.

ખાતરના ભાવ

ખાતરજૂનાભાવનવા ભાવ
સરદાર એપીએસરૂા.1050રૂા.1225
નર્મદા ફોસરૂા.995રૂા.1150
એમોનિયમ સલ્ફેટરૂા.735રૂા.775
પોટાશરૂા.950રૂા.1050
એનપીકે-1રૂા.1175રૂા.1140
એનપીકે-2રૂા.1185રૂા.1450

Read Also

Related posts

ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં

pratikshah

Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી

Siddhi Sheth

એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?

Padma Patel
GSTV