GSTV
Home » News » કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતો , ખેડૂતોને મળ્યું આ સંઘનું સમર્થન

કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતો , ખેડૂતોને મળ્યું આ સંઘનું સમર્થન

કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો છે. છે તેને લઈને વિરોધ કરી રહ્યાં છે. જ્યાં સુધી પાક વીમો નહીં મળે ત્યા સુધી ખેડૂતો ઉપવાસ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ રાજય ના કૃર્ષિ વિભાગ ના અધિક અગ સચિવ સંજય પ્રસાદે 10 લાખ 54 હજાર ખેડૂતો ને પાક વીમા ની રકમ ચૂકવી દેવામાં આવી છે જ્યારે 7.46 લાખ ખેડૂતો ને ટુક સમય માં રકમ ચૂકવી દેવામાં આવશે.

રાજકોટમાં બેડી માર્કેટીંગ યાર્ડ બહાર ખેડૂતો પાક વિમા મુદ્દે ઉપવાસ આંદોલન પર છે.. અને સરકાર પર વિમાની રકમ નહીં ચૂકવવાનો આક્ષેપ કર્યો છે.. ત્યારે સરકારે ખેડૂતોના આક્ષેપો ફગાવી દીધા છે.. કૃષિ વિભાગે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 2 હજાર 50 કરોડ ગુજરાત ના ખેડૂતોને પાક વિમા પેટે ચુકવ્યા છે.. કૃષિ વિભાગના મુખ્ય અગ્ર સચિવ સંજય પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના કુલ 17 લાખ ખેડૂતો પાક વિમાનો લાભ લીધો છે.. જેમાંથી કુલ 10 લાખ 54 ખેડૂતોને પાક વિમાની રકમ ચૂકવી દેવામાં આવી છે.. અને હાલ 7.56 લાખ ખેડૂતોને રકમની ચુકવણી બાકી છે.. જે ટુક સમયમાં ચૂકવામાં આવશે.

(સરકાર 31 મી મેં ના રોજ ખેડૂતો ના પાક વીમા ની વિગતો વીમા કપની ને મોકલી દીધી છે અને વીમા કપની સમય સર એક પછી એક ખેડૂતો ના ખાતા માં રકમ પાક વીમા ની આપી રહી છે..) જોકે સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જે જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે તે જીલ્લાના ખેડૂતોએ બેન્કમાંથી લોન લઈને ધિરાણ કર્યું છે તેમને કોઈ પ્રકારની વ્યાજ દરમાં રાહત કે માફી આપવામાં આવશે નહીં.પાક વિમા મુદ્દે આંદોલન પર બેઠેલા ખેડૂતોની માંગનો હાલ તો સરકારે છેદ ઉડાડી દીધો છે.. ત્યારે હવે અનશન પર બેઠેલા ખેડૂતો શું કરે છે અને સરકાર કઈ રીતે સમાધાન કરી અનશન પૂર્ણ કરાવે છે તે જોવું રહ્યું..

READ ALSO

Related posts

‘રાજીવ ગાંધીને પણ તોતિંગ બહુમતિ મળી હતી, પણ ડર નહોતો ફેલાવ્યો’: સોનિયા ગાંધીનાં આકરા પ્રહારો

Riyaz Parmar

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

Nilesh Jethva

લતા મંગેશકરનું ગીત ગાઈને ફેમસ થયા હતા રાનુ, હવે હિમેશની ફિલ્મમાં મળ્યુ ગીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!