નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતો સતત વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. આ આંદોલનને રોકવા માટે સરકાર નવા નવા ગતકડા બતાવી રહી છે. ઠોસ કંઈ નિરાકરણ લાવવા સરકાર માગતી ન હોય તેમ કંઈ સમાધાન હાલ તો નિકળતુ દેખાતુ નથી. આંદોલનના આઠમા દિવસે પણ સરકાર અને ખેડૂતો વચ્ચે વિજ્ઞાન ભવન ખાતે વાતચીત થઈ હતી. આ બેઠકમાં સામેલ થયેલા ખેડૂતો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી. જો કે, સરકારના ભોજનની ઓફરને ખેડૂતોએ ફગાવી દેતા, સાથે લઈને આવેલું ભોજન જમ્યા હતા.
#WATCH | Delhi: Farmer leaders have food during the lunch break at Vigyan Bhawan where the talk with the government is underway. A farmer leader says, "We are not accepting food or tea offered by the government. We have brought our own food". pic.twitter.com/wYEibNwDlX
— ANI (@ANI) December 3, 2020
આપને જણાવી દઈએકે, આ બેઠકમાં 32 સંગઠનોના ખેડૂત નેતા સામેલ થયા હતા. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલ મંત્રી પિયુષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે વિજ્ઞાન ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા તરફથી 10 પાનાનો ડ્રાફ્ટ પણ તૈયાર કરીને સરકારને આપવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને આ કાયદા પર જે પણ વાંધાવચકા છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

#WATCH | Agitating farmers assembled at Ghazipur border (UP-Delhi border) try to break police barricades. pic.twitter.com/IOsqdJtQsG
— ANI UP (@ANINewsUP) December 3, 2020
વિરોધમાં એવોર્ડ વાપસી
કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતોનું આનોલાન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના વરિષ્ટ નેતા પ્રકાશ સિંહ બદલે કૃષિ કાયદાનો વિરોધ કરતા પોતાને મળેલ પદ્મ વિભૂષણનું સન્માન પરત કરી દીધું છે.
Delhi: Union Agriculture Minister Narendra Singh Tomar and Union Minister Piyush Goyal hold talks with farmer leaders, at Vigyan Bhawan pic.twitter.com/9Mafq0zygb
— ANI (@ANI) December 3, 2020
પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિને લખ્યો ત્રણ પન્નાનો પત્ર
પ્રકાશ સિંહ બાદલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લગભગ ત્રણ પન્નાનો પત્ર લખીને કૃષિ કાયદાનો વિરોધ, ખેડૂતો પર લેવાયેલા પગલાંની નિંદા કરી હતી અને તેની સાથે જ પોતાને મળેલ રાષ્ટ્રીય સન્માન પરત કરી દીધું હતું.

ખેડૂતો માટે પરત કર્યું રાષ્ટ્રીય સન્માન
પોતાનું પદ્મ વિભૂષણનું સન્માન પરત કરતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે લખ્યું હતું કે, ‘હું એટલો ગરીબ છું કે ગરીબ ખેડૂતો માટે કુરબાન કરવા માટે મારી કઈ નથી અને જે કાંઈ પણ છું તે માત્ર અને માત્ર ખેડૂતોને કારણે જ છું. એવામાં જો ખેડૂતોની અપમાન થઇ રહ્યું હોય તો કોઈપણ પ્રકારનું સન્માન રાખવાથી કોઈ ફાયદો નથી.’
ખેડૂતો સાથે દગો અત્યંત દયનિય
પ્રકાશ સિંહ બાદલે લખ્યું કે કિસાનો સાથે જે રીતે દગો કરવામાં આવ્યો છે તેનાથી તેઓ અત્યંત દુઃખ થયું છે. ખેડૂતોના આંદોલનને જે રીતે ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે તે દયનિય છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત