ખેતીમાં ડ્રિપ ઈરીગેશન ખર્ચમાં વધારો થતા ખેડૂતોએ GST હટાવવા માટેની કરી માગણી

ખેતી માટે ડ્રીપ ઈરીગેશન ખર્ચ ખૂબ ઉચા રહેતા સહાયની રકમ વધારે ચૂકવવા માટે અમદાવાદમાં માઈક્રો ઇરીગેશન ડીલર્સ એસોસિએશનની બેઠક મળી હતી. ખેડૂતોની માંગ છે કે 7 વર્ષ પહેલા આ સિસ્ટમ વસાવી હતી તે ખેડૂતોને ફરીથી ડ્રિપ લેવા માટે ૭૦% સહાય મળતી હતી. આ સહાય હાલમાં મોટા ખેડૂતોને ૪૫% અને નાના ખેડૂતોને ૫૫% કરાઇ છે. જેનાથી ખર્ચ વધી જતા ખેડૂતોને પરવડે તેમ નથી. માટે તમામ ખેડૂતોને ૭૦% સહાય મળવી જોઇએ.

હાલમાં આ સિસ્ટમ ઉપર ૧૨% જી.એસ.ટી ખેડૂતોને ભરવો પડે છે. એક બાજુ સરકાર સબસીડી આપે છે. જયારે બીજી બાજુ ૧૨% જી.એસ.ટી વસૂલે છે. તો જી.એસ.ટી ઉપર સબસીડી અપાય અથવા તો જી.એસ.ટી નો દર ઘટાડી ૫% કરાય તો ખેડૂતો માટે આ સિસ્ટમ વસાવવી સહેલી પડે. આ ઉપરાંત ખેડૂતોને ટપકની સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓ, અપૂરતા પાણીના કારણે ટપક સિંચાઇમાં પડતી મુશ્કેલીઓ, ટ્રાયલ રનમાં પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરાઈ હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter