GSTV
Home » News » દેશભરના હજારો ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાનમાં, આજે કરશે સંસદનો ઘેરાવો

દેશભરના હજારો ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાનમાં, આજે કરશે સંસદનો ઘેરાવો

દેશભરના હજારો ખેડૂતો દિલ્હીના અલગ અલગ સરહદી વિસ્તારોમાંથી પગપાળા થઇને રામલીલા મેદાન પહોંચ્યા છે. આજે તેઓ સંસદનો ઘેરાવ કરવા જશે. આયોજકો પણ સ્પષ્ટ કહી ચુક્યા છે કે તેઓ કોઇ પણ ભોગે સંસદ સુધી માર્ચ કરીને રહેશે. જ્યારે કે દિલ્હી પોલીસ તેમને રામ લીલા મેદાનમાં જ રોકી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ અને ખેડૂતોના પ્રતિનિધિઓની વચ્ચે મંત્રણા પણ થઇ. જો કે તેનો હજુ સુધી કોઇ નિષ્કર્ષ નિકળ્યો નથી. ખેડૂતો બે વિશેષ માંગણીઓ સાથે રામલીલા મેદાનમાં એકત્ર થયા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવીને પાકના યોગ્ય ભાવની ગેરેન્ટી તેમજ દેશભરના ખેડૂતોનું દેવુ એકસાથે માફ કરવા માટે કાયદો બનાવે. મનાઇ રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ આ રેલીમાં સામેલ થઇ શકે છે.

દેશના ખેડૂતો ફરીવાર પોતાની માંગોને લઇને સડક ઉપર ઉતરી આવ્યાં છે. અંદાજે એક લાખ કરતા વધારે અન્નદાતાઓ પોતાનો હક માંગવા માટે દિલ્હીના રામલીલા મેદાન ખાતે આંદોલન કરી રહ્યાં છે. જો કે દેશના અન્નદાતાઓ પહેલીવખત પોતાની સમસ્યાને લઇનેમાર્ગો પર ઉતર્યા નથી. મોદી સરકારના શાસનમાં અનેક વખત ખેડૂતો આંદોલન કરી ચુક્યા છે. પરંતુ તેમની સમસ્યાઓ જસની તસ છે.

જગતના તાતનું બિરુદ પામેલા ખેડૂતોને ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં જ વ્યાપક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે જમીન ઉપર પાક લેવાનો છે એ જમીન જ ઘણા સ્થળોએ ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે.

વર્ષ ૨૦૧૫ના વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર ભારતની આશરે ૬૦.૩ ટકા ભૂમિ ખેતીલાયક છે. ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા રચવામાં આવેલા ટ્રસ્ટ ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનનો રિપોર્ટ પણ કહે છે કે અમેરિકા બાદ ભારત પાસે દુનિયાની સૌથી વધારે ખેતીલાયક જમીન છે. યૂ.એન.ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશને ૨૦૧૩ના એક રિપોર્ટમાં કહ્યું હતું કે ભારતની ૪૪ હેકટર જમીન ઉપર ૧૦.૯૧૯ કરોડ ટન ડાંગરનું ઉત્પાદન થયું. મતલબ કે પ્રતિ હેકટર ૨.૪ ટન થયું જે ઉત્પાદન શ્રેણીમાં ભારતને દુનિયાના ૪૭ દેશોની યાદીમાં ૨૭મા સ્થાને મૂકે છે.

તેવામાં સવાલ થવો વાજબી છે કે શા માટે ખેતીલાયક જમીન હોવા છતાં પણ દેશનો ખેડૂત ન તો ઉત્પાદન વધારી શકે છે કે ન તો નફો કમાઇ શકે છે. છેલ્લા કેટલાંક દાયકાથી સરેરાશ ખેતીલાયક જમીનનો વિસ્તાર પણ ઘટી રહ્યો છે. વર્ષ ૨૦૧૨-૧૩ના કૃષિ રિપોર્ટ અનુસાર દેશમાં નાના ખેતરોની સંખ્યા કુલ ખેતરોના ૮૫ ટકા જેટલી છે. પરંતુ આવા ખેતરોનું કુલ ક્ષેત્રફળ માત્ર ૪૪ ટકા જેટલું જ છે.

મતલબ કે દેશમાં કેટલાંક ખેડૂતો શ્રીમંત છે તો કેટલાંક ભૂમિવિહોણા છે. આ માટે જાણકારો દેશના વારસાના કાયદાને જવાબદાર માને છે. આ કાયદા અનુસાર પિતાની સંપત્તિ સંતાનોમાં બરાબરીના ધોરણે વહેંચી દેવામાં આવે છે. જેના કારણે જમીનના નાના નાના ટુકડા થતાં રહે છે. જમીનના આવા નાના ટુકડા ઉપર થતી ખેતીના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. જમીન સિવાય સરકારની નીતિઓથી પણ ખેડૂતો કંટાળી ચુક્યા છે. દેશમાં ખેડૂતો પોતાની સમસ્યાના ઉકેલ માટે વારંવાર આંદોલન કરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી કોઇ નિવેડો આવ્યો નથી.

લગભગ દોઢ વર્ષ પહેલા તામિલનાડુના ખેડૂતો દિલ્હીના જંતર મંતર ખાતે પ્રદર્શન માટે એકઠાં થયાં હતાં. ત્યાર બાદ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં પોલીસ ફાયરિંગ દરમિયાન પાંચ ખેડૂતોના મોત નીપજ્યાં હતાં. આ વર્ષે માર્ચ મહિનામાં લગભગ સાત રાજ્યોના ૩૫ હજાર ખેડૂતો ૧૮૦ કિલોમીટર લાંબી પદયાત્રા યોજીને પોતાની માંગો સાથે મુંબઇ પહોંચ્યાં હતાં. ચાલુ મહિને મહારાષ્ટ્રના ખેડૂતોએ ફરી એક વખત મુંબઇ તરફ કૂચ કરી હતી. દરેક વખતે ખેડૂતોની અપેક્ષા રહી કે જમીની સ્તરે કંઇક નક્કર પગલાં લેવાશે. પરંતુ દર વખતે ખેડૂતોની આશા ઠગારી નીવડી.

Related posts

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

કરવાચોથ પર પતિએ ગિફ્ટ ન આપી, વિફરેલી પત્નીએ દોડાવી-દોડાવીને ઢીબી નાંખ્યો

Bansari

પોર્ન જોવાનો ચસ્કો ભારે પડી જશે, ફોનમાં એક ક્લિક કરશો અને…..

Bansari
Do NOT follow this link or you will be banned from the site!