ગુજરાતમાં દેવા માફી, નીતિનભાઈ પટેલે સ્પષ્ટ આપી દીધો અભિપ્રાય, વાંચો થશે કે નહીં

ગુજરાતમાં ખેડૂતોનાં દેવામાફી મામલે હાલમાં ચણભણ થઈ રહી છે. ખેડૂતો દેવું માફ કરવા સરકાર પર પ્રેશર કરવાની તૈયારી કરી રહ્યાં છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોનું દેવું માફ થયા બાદ ગુજરાતમાં પણ ખેડૂતો દેવું માફ કરવા રૂપાણી સરકાર સામે અાક્રમક કાર્યક્રમો અાપે તેવી સંભાવના વચ્ચે આજે નીતિનભાઈ પટેલની પ્રતિક્રિયા આવી છે. રાહુલ ગાંધીએ ખેડૂતોનાં દેવા માફી મામલે એક ટ્વીટ કરતાં રૂપાણીએ પણ રાહુલને જવાબ આપ્યો છે.

કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી દીધા

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સરકાર રચવામાં સફળતા મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી દીધા છે. પરંતુ વડાપ્રધાન હજી પણ સૂતેલા છે.

રાહુલ ગાંધી પર રૂપાણીએ સીધો હુમલો

આ ટ્વીટ બાદ રાહુલ ગાંધી પર રૂપાણીએ સીધો હુમલો કરી દીધો છે. જેઓએ વળતો પ્રહાર કરી સતત 2 ટ્વીટ કર્યા છે. તો સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરી રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રૂપાણીએ Tweet કર્યું છે કે દેશભરમાં હારનારી કોંગ્રેસ લાંબા સમય બાદ ત્રણ રાજ્યોમાં જીતી છે. આ જીતનો અતિ ઉત્સાહ રાહુલ ગાંધીના ટ્વીટમાં દેખાય છે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે હંમેશા ખેડૂતો માટે સારા નિર્ણયો લીધા છે. આજ કારણે 22 વર્ષના શાસન બાદ પણ ગુજરાતના ખેડૂતોએ ફરી એકવાર ભાજપને સેવાની તક આપી છે. ગુજરાતની જનતાએ સાતમી વાર કોંગ્રેસને જાકારો આપ્યો છે.

ગાંધીએ વહીવટ શિખવો હોય તો પીએમ મોદી પાસેથી શીખે

ત્યારે આ મામલે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ વહીવટ શિખવો હોય તો પીએમ મોદી પાસેથી શીખે, રાજ્યમાં ખેડૂતોના દેવામાફીની વાત છે ત્યા સુધી ગુજરાતમાં એક પણ ખેડૂતનું દેવું માફ થઈ શકે તેમ નથી. સરકાર હાલમાં ખેડૂતોના કારણે 900 કરોડ રૂપિયાનું ભારણ ભોગવી રહી છે. રાજ્યમાં ખેડૂતો માટે અનેક લાભકારી યોજના છે. જેથી ખેડૂતોનું દેવું માફ ન કરી શકાય. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાને એ ન ભૂલવું જોઈએ કે મોદી શાસનમાં 10 રાજ્યોએ 2.50 લાખ કરોડ માફ કરી દીધા છે. જેમાં ભાજપ શાસિત 3 રાજ્યોનો પણ સમાવેશ થાય છે.

2014થી વિવિધ રાજ્યોએ દેવા માફ કર્યા છે

  • 2014 આંધ્રપ્રદેશ રૂ. 43,000 કરોડ
  • 2017 ઉત્તરપ્રદેશ રૂ.36,000 કરોડ
  • 2017 મહારાષ્ટ્ર રૂ.34,022 કરોડ
  • 2017 કર્ણાટક રૂ.34,000 કરોડ
  • 2017 રાજસ્થાન રૂ.20,000 કરોડ
  • 2017 પંજાબ રૂ.10,000 કરોડ
  • 2017 તામિલનાડુ રૂ.5,780 કરોડ

10 રાજ્યોએ માફ કરી દીધાં ખેડૂતોનાં દેવાં

આપને જણાવી દઈએ કે 2014માં અત્યાર સુધીમાં 10 રાજ્યોએ દેવું માફ કર્યું છે. અને હવે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસની નવી સરકારે ખેડૂતોના દેવા માફ કરી દેતાં આંકડો 2.50 લાખ કરોડને પણ વટાવી જશે. અત્રે નોંધવું ઘટે કે 1990માં વીપી સિંહની સરકારે પહેલી વાર દેશના ખેડૂતોના અંદાજે રૂપિયા 10 હજાર કરોડનું દેવા માફ કર્યા હતા. તે પછી યુપીએ સરકારે 2008-09માં 4 કરોડ ખેડૂતોને ધ્યાનમાં રાખીને અંદાજે રૂપિયા 71 હજાર કરોડનું દેવું એકસાથે માફ કરવાની જાહેરાત કરી હતી. આમ તે પછી 2014થી રાજ્ય સરકારોની ચૂંટણી આવે છે તેમ તેમ રાજ્યો ખેડૂતોના દેવા માફ કરીને વોટબેંકની રાજનીતિ કરી રહ્યા છે. દેવા માફીનો બોજો રાજ્ય સરકારના બજેટ પર આવી રહ્યો છે, અને દેશની ઈકોનોમી પર લાંબાગાળે વિપરીત અસર પડી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter