GSTV
India News ટોપ સ્ટોરી

બેઠક/ સરકારના પ્રસ્તાવ પર ખેડૂતોની સહમતિ, આજે ખેડૂત આંદોલન સમેટવા અંગે લેવાઇ શકે છે મહત્વનો નિર્ણય

ખેડૂત

કેન્દ્ર સરકારે ખેડૂતોની જે પણ માગણીઓ છે તેને સ્વિકારતો લેખીત પ્રસ્તાવ સંયુક્ત કિસાન મોરચાને મોકલ્યો હતો. જેને લઇને બુધવારે સંયુક્ત કિસાન મોરચાએ એક બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. અને સરકારના પ્રસ્તાવ સાથે ખેડૂતો પણ માની ગયા હતા અને સહમતી વ્યક્ત કરી હતી. જોકે ખેડૂતોએ આંદોલન સમેટવુ કે આગળ ચાલુ રાખવું તે અંગેનો નિર્ણય ગુરુવારે યોજાનારી વધુ એક બેઠકમાં લેવાનો નિર્ણય લીધો છે. તેથી ગુરુવારે આંદોલન અંગે ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતાઓ છે.

ખેડૂત

સરકારે બુધવારે નવો પ્રસ્તાવ મોકલ્યો હતો જેમાં અમારી માગણીઓ સ્વિકારાઇ છે : સંયુક્ત કિસાન મોરચા

બીજી તરફ અગાઉ સરકારે જે પ્રસ્તાવ મોકલ્યો હતો તેને લઇને ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો તેથી સરકારે બુધવારે નવો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ જાણકારી સંયુક્ત કિસાન મોરચાના કમિટી મેમ્બર ગુરનામસિંહે આપી હતી. તેમણે કહ્યું હતું કે અમારી માગણીઓને લઇને સરકાર સાથે અમારા એગ્રીમેન્ટ થયા છે. જોકે આંદોલન પરત લેવુ કે નહીં તે અંગેનો નિર્ણય ગુરુવારે મળનારી બેઠકમાં લેવામાં આવશે.

કોંગ્રેસ

ખેડૂતો, 12 સાંસદોને સસ્પેન્ડ કરવા અને સરહદી વિવાદ મુદ્દે કોંગ્રેસની બેઠકમાં ચર્ચા, સોનિયા-રાહુલ હાજર રહ્યા

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે આંદોલન પરત લેવા અંગે હજુસુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. ગુરુવારે બપોરે ૧૨ વાગ્યે ખેડૂતોને બેઠક યોજાશે તેમાં જ આંદોલન અંગે આગામી નિર્ણય લેવામાં આવશે. અમારી જે પણ માગણી હતી તેમાંથી ઘણા ખરા પર સરકાર માની ગઇ છે. સંયુક્ત કિસાન મોરચાએ એવા સંકેતો આપ્યા છે કે તે હવે આ આંદોલનને પરત લેવા તૈયાર છે. જોકે ગુરુવારે જ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. કિસાન મોરચાએ ટેકાના ભાવ મુદ્દે પાંચ સભ્યોની એક પેનલની પણ રચના કરી છે. જેનો સમાવેશ સરકારની જે પેનલ રચાશે તેમાં કરવામાં આવશે. ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ ખેડૂતો કરી રહ્યા છે.

દરમિયાન કોંગ્રેસ પાર્લામેન્ટ્રી પાર્ટી (સીપીપી)ની બેઠક મળી હતી, જેમાં પાર્ટીના સાંસદોને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ખેડૂતો મુદ્દે કેન્દ્ર સરકાર પર આરોપો લગાવ્યા હતા. સાથે જ વિપક્ષના ૧૨ સાંસદોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવા અને સરહદે જે માહોલ છે તેને લઇને કેન્દ્ર સરકારને સવાલો કર્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

GSTV

Read Also

Related posts

Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ

pratikshah

રાજકોટ પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં જુગાર અને ક્રિકેટના સટ્ટા રમતા લોકો પર દરોડા પાડીને મુદ્દામાલ સાથે મહિલાઓનો ઝડપી

pratikshah

BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR

pratikshah
GSTV