GSTV
Home » News » ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની આવી હાલત, જ્યાં જુઓ ત્યાં…

ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની આવી હાલત, જ્યાં જુઓ ત્યાં…

બનાસકાંઠા 

બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં સતત બીજા દિવસેમગફળી ખરીદીમાં નાફેડના અધિકારીઓના ધાંધિયા જોવા મળ્યા છે. બીજા દિવસે મગફળીનીખરીદી મોડે શરૂ કરવામાં આવી વહેલી સવારથી ખેડૂતો એપીએમસીમાં મગફળી વેચવા માટેપહોંચ્યા હતા. પરંતુ એપીએમસીમાં નાફેડના અધિકારીઓ મોડા આવવાના કારણે ખેડૂતોમાં રોષજોવા મળ્યો. ત્યારે વિડિઓ રેકોર્ડિંગથી ખરીદીની વાત માત્ર  હવામાં રહી ગઈ છે.

રાજકોટ

રાજકોટમાં બીજાદિવસે મગફળી ખરીદી નું કામ કાચબા ની ગતિએ ચાલી રહ્યુછે. લાખો ટન મગફળીના ઉત્પાદન સામે સરકાર દ્વારા મામૂલી ખરીદી કરવામાં આવી રહી છે. રાજકોટના11 કેન્દ્રો પર સજ્જડ સુરક્ષા વચ્ચે મગફળી ટેકાના ભાવેખરીદી કરવામાં આવી રહી છે. ગઈકાલે પ્રથમ દિવસે 243 ખેડૂતો ની મગફળીનીખરીદી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા માં 15 હજાર અત્યારસુધીમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કારવ્યુ છે. ગઈકાલે સેન્ટર પર આવેલા 34 ખેડૂતોની મગફળી ખરીદી પેન્ડિંગ રહી હતી. ત્યારે સરકાર દ્વારા ટેક્નિકલ ખામી દૂર કરીને ઝડપથીખરીદી કરવામાં આવે તેવી માંગ ખેડુતો કરી રહ્યા છે.

જૂનાગઢ 

જૂનાગઢનામાર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની ધીમી કામગીરીથી ખેડૂતો રોષે ભરાયા છે.ગઈકાલે 50 ખેડૂતોને યાર્ડમાં બોલાવ્યા હતા. 50માંથી માત્ર 15 ખેડૂતોની મગફળીની ખરીદી કરાઈહતી.  ત્યારે બાકી રહેલા 35 ખેડૂત અને આજના 50 ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં લાઈન લગાવીછે. યાર્ડમાં ગોકળગતિએ ચાલતી કામગીરીથી ખેડૂતો નારાજ થયા છે.

અમરેલી 

અમરેલીના સાવરકુંડલામાં પણ આજે મગફળી ખરીદીમાંધાંધિયા થયા છે. ગઈ કાલે પણ આ માર્કેટિંગ યાર્ડમા ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો. આજેપણ મગફળી ભરવાના બારદાન અને દોરી ન હોવાથી ખરીદી અટકી પડી હતી. તંત્રનીઅવ્યવસ્થાને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે મોડે મોડે ફરી એકવાર ખરીદીશરૂ કરી દેવામાં આવી છે.

ભાવનગર 

ભાવનગર માર્કેટિગ યાર્ડમાં ટેકના ભાવે મગફળી ખરીદવાનીશરૂઆત કરવામાં આવી છે પરંતુ માર્કેટિગ યાર્ડમાં પૂરતી વ્યવસ્થા અને સ્ટાફના અભાવનાકારણે મગફળી લઈને આવતા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, બે-બે દિવસસુધી યાર્ડમાં બેસી રહેવા છતાં મગફળીની ખરીદી કરવામાં આવતી નથી. ઓનલાઈનરજિસ્ટ્રેશન થયા બાદ 50 ખેડૂતો મગફળી લઈને માર્કેટ યાર્ડમાં આવે છે.  માર્કેટ યાર્ડમાં મગફળી આવ્યા બાદ તેના સેમ્પલલેવામાં આવે છે. તે સેમ્પલ પાસ થયા બાદ મગફળીની ખરીદી કરવામાં આવે છે. આ પ્રક્રિયાપાછળ કલાકો વીતી જાય  છે.  જેથી એપીએમસીમાં આવતા ખેડૂતોને હેરાન થવાનોવારો આવે છે. ટેકાના ભાવ તો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે પરંતુ જટિલ પ્રક્રિયા, અપૂરતો સ્ટાફ, સુરક્ષાનોઅભાવ હોવાના કારણે ખેડૂત હાલમાં પરેશાન થઈ રહ્યા છે.

જેતપુર 

જેતપુર તાલુકામાં કોઈએ એવી અફવા ફેલાવી દીધી છેકે જે કોઈ ખેડૂત સરકારને ટેકાના ભાવે મગફળી વેચશે તેને પાક વીમો નહીં મળે. જેથી જેતપુર માર્કેટીંગ યાર્ડમાંતાલુકના ખેડૂતો પોતાના ટેકાના ભાવ કરતા ૨૫૦ રૂપિયા જેટલી રકમ ઓછી આવતીહોવા છતાં ખોટ ખાઈને વેપારીઓની વેચી રહ્યાં છે. ટેકાના ભાવે ખેડૂતોપાસેથી મગફળીનું યાર્ડમાં જે રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે તેમાં પણગોલમાલ ચાલતી હોય તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયુંત્યારથી ઈન્ટરનેટ ધીમું ચાલતું હોવાની ફરિયાદો ઉઠતી રહી. જેથી રોજના વધુમાં વધુ ૮૦થી ૯૦ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું.અને અત્યાર સુધીમાં ૨૭૮૯ ખેડૂતોનાં રજિસ્ટ્રેશન થઈ ગયા. આ આંકડો માની શકાય તેવો નથી.ચાલુ વર્ષે મગફળીમાં માટી કે ધૂળના ઢેફા નહીં  ભેળવાય. પરંતુ બહારથી સસ્તા ભાવે મગફળી ખરીદીનેટેકના ભાવે વેચીને નફો રળી લેવાનું નેતાઓ અને તેઓના મળતીયાઓ આચરશે તેવું લાગી રહ્યું છે.

Related posts

આનંદ એલ. રાયની ફિલ્મમાં મોટા ગજાની અભિનેત્રીઓ પહેલીવાર સાથે કરશે કામ

Dharika Jansari

ગુજરાતની પેટાચૂંટણીના કારણે હવે પ્રજાના એક પણ કામ થતા નથી જવાબ મળે છે, ‘સાહેબ નથી’

Mayur

આખરે કિંગ ખાનને કામ મળ્યું ખરું, કરી ત્રણ-ત્રણ ફિલ્મોની ઘોષણા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!