GSTV
AGRICULTURE India News ટોપ સ્ટોરી

અસંવેદના/ ખેડૂતો આપઘાત કરે એમાં કંઈ નવું નથી, વર્ષોથી થાય છેઃ મહારાષ્ટ્રના અસંવેદનશીલ કૃષિ મંત્રી અબ્દુલ સતારનો બફાટ

મહારાષ્ટ્રમાં ખેડૂતો આપઘાત કરે એમાં કશું નવું નથી. આ તો વર્ષોથી થાય છે એવું વિવાદાસ્પદ નિવેદન રાજ્યના કૃષિ મંત્રી અબ્દૂલ સત્તાર દ્વારા કરવામાં આવ્યું હતું. અબ્દૂલ સત્તાર પોતાના ગૃહ જિલ્લા છત્રપતિ સંભાજી નગરમાં માવઠાંથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા. ત્યાર બાદ તેમણે નિવેદન આપતાં કહ્યું હતું કે ખેડૂતોના આપઘાત એ કોઈ નવી બાબત નથી. આમાં કાંઈ નવું નથી. વર્ષોથી ખેડૂતો આપઘાત કરતા આવ્યા છે. આપઘાત કરનારા ખેડૂતોના પરિવારનો મદદ માટે મેં કમિટી રચી છે.

તેમણે એવું પણ કહ્યું હતું કે હું પોતે અસરગ્રસ્ત ગામડાંમાં ગયો છું. ત્યાં કોઈ એવું મોટું નુકસાન થયું નથી. એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તાર વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. અગાઉ તેમણે ઉદ્ધવ જૂથના નેતા આદિત્ય ઠાકરેને છોટા પપ્પુ તરીકે ગણાવ્યા હતા.

એનસીપીના સાંસદ સુપ્રિયા સુળે માટે પણ તેમણે બેફામ ઉચ્ચારણો કરતાં ભારે વિરોધ થયો હતો. સત્તારે એક વાર એક કલેક્ટરને તમે દારુ પીઓ છો કે કેમ એવું પૂછી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ખેડૂતોને ઉત્પાદનોના પોષણ ક્ષમ ભાવો મળતા નથી અને માવઠાંને લીધે પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ મુદ્દે વિધાનસભામાં પણ અવારનવાર ધમાલ થઈ છે. તાજેતરમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્રમાં રોજના આઠ ખેડૂત આપઘાત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો

Nakulsinh Gohil

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો

GSTV Web News Desk

અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો

Vishvesh Dave
GSTV