પ્રજાસત્તાક દિવસ પર યોજાનારી ખેડૂતની ટ્રેક્ટર પરેડને દિલ્હી પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ અંગે પોલીસ દ્વારા સતત એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થઇ શકે છે. જેના કારણે રાજધાની દિલ્હીનું આ શાંતિપૂર્ણ વાતાવરણ પણ ડહોળાઇ શકે છે. ત્યારે હવે પોલીસ દ્વારા અન્ય એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
Today there was a short meeting with officers of Delhi Police. We have got formal permission from Police for the tractor rally. As I told earlier, 'Kisan Gantantra Parade' will be held on January 26 in a peaceful manner: Yogendra Yadav, Swaraj India. pic.twitter.com/EkUzfPUSB4
— ANI (@ANI) January 24, 2021
પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, પાકિસ્તાનની અંદર ખેડૂતોની ટ્રેક્ટર પરેડને લઇને 308 ટ્વિટર હેન્ડલ શરૂ થયા છે. ટ્વિટર હેન્ડલ ટ્રેક્ટર પરેડમાં અશાંતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયા હોય તેવું પોલીસનું કહેવું છે. જો કે આ અંગે હવે પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, પોલીસે ખેડૂતોને શરતોને આધીન દિલ્હીમાં ત્રણ જગ્યા પર પરેડ કાઢવાની મંજૂરી આપી છે. આ ત્રણ રૂટમાં સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાજીપુર બોર્ડરનો સમાવેશ થાય છે. આ ત્રણે રૂટ પર અનુક્રમે 62, 63 અને 46 કિલોમીટર લાંબી ટ્રેક્ટર પરેડ નિકળશે.
#WATCH | Maharashtra: Under the banner of All India Kisan Sabha, farmers march towards Mumbai from Nashik in support of farmers agitating against three agriculture laws at Delhi borders; Visuals from Kasara Ghat between Nashik to Mumbai. pic.twitter.com/kWtBEpIQ1Y
— ANI (@ANI) January 24, 2021
ત્યારે આ તમામની વચ્ચે પોલીસે જણાવ્યું કે, તેમને ઇન્ટેલિજન્સ એજન્સિઓ દ્વારા આ ઇનપુટ મળ્યા છે. ખેડૂતોની આ ટ્રેક્ટર રેલીની શાંતિને ડહોળવાના પ્રયાસો સરહદ પારથી કરવામાં આવી રહયા છે. પાકિસ્તાનમાં 308 જેટલા ટ્વિટર હેન્ડલ બન્યા છે, જેઓ ટ્રેક્ટર પરેડને લઇને અફવા અને શાંતિ ભંગ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.
સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ અને ખેડૂત આંદોલનમાં સક્રિય નેતા યોગેન્દ્ર યાદવે પોલીસને વિશ્વાસ અપાવ્યો છે કે, આ ટ્રેક્ટર પરેડ એકદમ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવશે. તેમણે ખેડૂતોને અપીલ પણ કરી હતી કે, તેઓ માત્ર ટ્રેક્ટર લઇને પરેડમાં આવે ટ્રોલીઓને ના લાવે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય