GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ઉનાળામાં ખેડૂતોને સિંચાઇના પાણી માટે લેવાયો આ ચોકાવનારો નિર્ણય

રાજ્ય સરકાર ભલે દાવા કરે કે પાણીની કોઇ તકલીફ પડવાની નથી પરંતુ ખેડૂતોએ એ વાત ગળે ઉતારી લેવાની છે કે હવે ખેડૂતોને ચોમાસા પહેલા સિંચાઇનું પાણી નથી મળવાનું. અમદાવાદ જિલ્લાના પીવાના પાણી અંતર્ગત કલેકટરે સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે ભલે પાણી પુરવઠા અંગે નિશ્ચિંત હોવાની વાત કરે પરંતુ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં પીવાના પાણી અંગે તંત્રમાં ચોક્કસપણે ડર છે. આ અંગે અમદાવાદ જિલ્લા કલેકટરે બોલાવેલી બેઠકમાં પાણી અંગે સમીક્ષા તો કરાઇ સાથે સાથે પાણી અંગે તંત્રએ કરેલા આયોજન અંગે માહિતી પણ અપાઇ હોવાનો ઉલ્લેખ પણ જિલ્લા કલેકટરે કર્યો હતો.

હાલ ધોળકા અને ધંધુકાના બે ગામમાં ૩૫ બોરની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં રંગપુર અને સાલાસણમાં બોર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ કલેકટર દ્વારા ૪૪૭ ગામ અને ૮ મોટા શહેરમાં પાણીની તંગી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી.આ ઉપરાંત સાણંદના નળસરોવર અને ધંધુકામાં ટેન્કર મોકલીને નાગરિકોને પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવશે.

તો સૌથી વિકટ પરિસ્થિતિ કાળઝાળ ઉનાળામાં ખેડૂતો માટે બની છે. ખેડૂતોને સિંચાઈ માટે વરસાદની રાહ જોવી પડશે તેવું જીલ્લા કલેકટરે કહ્યુ છે. કેમકે ખેડૂતોને સિચાઈ માટે નર્મદાના પાણી સિવાય કોઈ પાણી નહીં મળે વરસાદ બાદ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર કરી લીધો છે કે પાણીની કોઇ તકલીફ નથી. છે તો માત્ર સિંચાઇના પાણીની તકલીફ છે.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!