ખેતી સાથે જોડાયેલી વસ્તુઓ પર ટેક્સમાં સમાનતા લાવવાના પ્રયાસો હેઠળ કેમિકલ અને પેટ્રોલિયમ મંત્રાલયે કીટનાશક વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવા નાણાં મંત્રાલયનો સંપર્ક કર્યો છે. માંગ કરવામાં આવી છે કે આગામી બજેટમાં સરકારે ખેતી કામકાજમાં ઉપયોગી એવા ખાતરની જેમ કીટનાશકો પર હાલનો જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવો જોઈએ.

પહેલા પણ 12 ટકા જ વેટ લાગતો હતો
ખાતરની સાથે સાથે દવાઓ પણ મહત્ત્વપૂર્ણ કૃષિ ઈનપુટ છે. જે પાકમાં રોગ જીવાત અટકાવવામાં મદદરૂપ થાય છે. અને કૃષિ ઉત્પાદનોમાં મુખ્ય ભુમિકા ભજવે છે. પરંતુ ખાતર પર લાગનાર 5 ટકા જીએસટીથી વિરુદ્ધ કિટનાશક પર 18 ટકા પ્રમાણે જીએસટી લગાવવામાં આવે છે. એમ પણ કહેવાયું છે કે નવા અપ્રત્યક્ષ કર પ્રણાલી પહેલા પણ 12 ટકા જ વેટ લાગતો હતો.
સંસદમાં રજૂ કરાયેલ રિપોટમાં રસાયણ અને ખાતર પર સ્થાયી સમિતિએ પણ આ મહત્ત્વપૂર્ણ કૃષિ ઈનપુટ માટે ટેક્સ પર ઉચ્ચ દરને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. અને વિભાગને ત્વરિત કામગીરી કરવા માટે કહ્યું છે. જેથી એવું જાણી શકાય કે કીટનાશકો પર ટેક્સ દર ઘટાડી છે કે નહીં.
જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવો જોઈએ
સ્થાયી સમિતિએ ભલામણ કરતાં કહ્યું કે વસ્તુ અને સેવા ટેક્સ ઉપરાંત કીટનાશકો પર જીએસટી 18 ટકા સુધી વધારાયું છે. જોકે મોટા ભાગના રાજ્યોમાં જ્યાં કીટનાશકની વધુ પડતી વપરાશ છે ત્યાં પહેલા 12 ટકા વેટ લાગતો હતો. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે પેસ્ટિસાઈડ પર જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવો જોઈએ. જેથી ખેડૂતોને લાભ થઈ શકે. અને દેશમાં કૃષિ ઉત્પાદનો વધારી શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ કીટનાશકો પર ટેક્સ ઘટાડવાના પ્રસ્તાવની તપાસ બાદ નાણા મંત્રાલય આ મુદ્દે જીએસટી પરીષદ સમક્ષ રાખી શકે છે. જ્યાં અપ્રત્યક્ષ કરમાં અંતિમ નિર્ણય લેવાશે.
READ ALSO
- “સશક્ત મહિલા સુપોષિત ગુજરાત”, નીતિનભાઈએ ગુજરાતની મહિલાઓનો પણ બજેટમાં રાખ્યો ખાસ ખ્યાલ, 361 કરોડ વધારે ફાળવ્યા
- કર્ણાટકમાં ‘જારકી’ ફસાયા સીડી કાંડમાં, વીડિયોમાં મંત્રી મહિલા સાથે મળ્યા જોવા : વિપક્ષ આક્રમક મૂડમાં
- ગુજરાત બજેટ 2021-22/ પાણી પુરવઠા વિભાગ માટે નાણામંત્રીએ શું કરી જાહેરાત, જાણો…
- ગ્રીન ગુજરાત તરફ આગેકૂચ: બાગાયત ખાતાની યોજનાઓ માટે બજેટમાં ફાળવાયા રૂ.442 કરોડ
- LIVE: 2 લાખ યુવાનોની સરકારી ભરતી કરાશે, 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત