GSTV

ખેડૂતો માટે ખુશખબરઃ નવા કૃષિ કાયદાના વિરોધ વચ્ચે સરકારે ખરીફ પાકની એમએસપી પર કરી મોટાપાયે ખરીદી

Last Updated on October 26, 2020 by Karan

નવા કૃષિ કાયદાને લઈને પંજાબ સહિત દેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત ઘણા રાજકીય પક્ષો દ્વારા આ કાયદાઓનો વિરોધ કરાઈ રહ્યો છે. કેટલાક ખેડૂતો અને રાજકીય પક્ષો વિરોધ પાછળ દલીલ કરી રહ્યા છે કે પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ની વ્યવસ્થા જોખમમાં છે. જ્યારે ભાજપ આ વાત ખેડૂતોના હિતમાં કહી રહી છે. નવા કૃષિ કાયદાના વિરોધ વચ્ચે, ખરીફ પાકની બમ્પર ખરીદી એમએસપી પર કરવામાં આવી છે. ખરીફ માર્કેટિંગ સીઝન 2020-21માં 151.17 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે.

ડાંગરની સૌથી વધુ ખરીદી પંજાબમાંથી થઈ

નવા કૃષિ કાયદાઓનો સૌથી વધુ વિરોધ કરનારા પંજાબમાં 25 ઓક્ટોબર સુધીમાં 100.89 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે. આ દરમિયાન દેશભરમાં એમએસપી પર અત્યાર સુધીમાં 151.17 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે. જે ગયા વર્ષ કરતા 20.89 ટકા વધારે છે. ગયા વર્ષે 125.05 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો એકલા પંજાબના ખેડૂતો પાસેથી 66.71 ટકા ડાંગરની ખરીદી કરવામાં આવી છે. પંજાબ ઉપરાંત હરિયાણા, જમ્મુ-કાશ્મીર, યુપી, તમિળનાડુ, ઉત્તરાખંડ, ચંદીગઢ, ગુજરાત અને કેરળના ખેડૂતો પાસેથી પણ એમએસપી પર ડાંગરની ખરીદી કરવામાં આવી છે. ડાંગરની ખરીદી પાછળ 12,98,845 ખેડૂતોને 28,542.59 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

રાજ્યોની ભલામણ મુજબ કઠોળ અને તેલીબિયાંની થાય છે ખરીદી

રાજ્યો તરફથી મળેલા પ્રસ્તાવો મુજબ તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાંથી પ્રાઈસ સપોર્ટ સ્કિમ અંતર્ગત 45.10 લાખ મેટ્રિક ટન કઠોળ તેમજ તેલીબિયાંની ખરીદીને મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને કેરળમાંથી 1.23 લાખ મેટ્રિક ટન નાળિયેરની ખરીદીને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજ્યોની દરખાસ્તો પછી વધુ કઠોળ, તેલીબિયાં અને કોપરાની ખરીદી કરવામાં આવશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર અને હરિયાણાના ખેડુતો પાસેથી રૂ. 7.09 કરોડની 986.39 મેટ્રિક ટન મગ અને અડદદાળની ખરીદી કરવાથી 923 ખેડૂતોને લાભ થયો છે. આ ઉપરાંત કર્ણાટક અને તમિલનાડુના 3961 ખેડુતો પાસેથી 52.40 કરોડ રૂપિયાની 5089 ટન નાળિયેરની ખરીદી કરવામાં આવી છે.

આ રાજ્યોમાંથી ચાલુ છે કપાસની ખરીદી

એમએસપી સિસ્ટમ હેઠળ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. નવીનતમ માહિતી અનુસાર 25 ઓક્ટોબર, 2020 સુધીમાં 68,419 ખેડૂતો પાસેથી 1,04,790.17 લાખ રૂપિયાના મૂલ્યની કુલ 3,53,252 ગાંસડી કપાસની ખરીદી કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ફરી ઉભરાયો તાલિબાન પ્રત્યે પાકિસ્તાનનો પ્રેમ, કહ્યું – જો અમેરિકા માન્યતા નહીં આપે તો …

Vishvesh Dave

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Pritesh Mehta

ફ્રાંસ બગડ્યું/ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી રાજદૂતોને પર બોલાવી લીધા, આ કારણે થયું ભારે નારાજ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!