GSTV
Home » News » ખેડૂતોનો પાક બજારમાં આવ્યો ત્યારે જ સરકારે ડુંગળીની આયાત કરતા જગતના તાતની સ્થિતિ કફોડી બની

ખેડૂતોનો પાક બજારમાં આવ્યો ત્યારે જ સરકારે ડુંગળીની આયાત કરતા જગતના તાતની સ્થિતિ કફોડી બની

છેલ્લા ત્રણ માસથી ડુંગળીના સતત વધતા ભાવ વચ્ચે સરકારના પેટનું પાણી પણ નહોતું હલતું. પરંતુ હવે જ્યારે ખેડૂતોનો પાક બજારમાં આવ્યો ત્યારે જ સરકારે ડુંગળીની આયાત કરતા ખેડૂતોની સ્થિતિ ફરી કફોડી બની છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવમાં 25 થી 30 ટકા ભાવ ઘટતા ખેડ઼ૂતોમાં ચિંતા પ્રસરી રહી છે. ગોંડલ સહિતના સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો તેમની ડુંગળી લઇને આવી પહોંચતા હાઇવે પર લાંબી લાઇન જોવા મળી રહી છે.

છેલ્લા ત્રણેક મહિનાથી ડુંગળીના સતત વધી રહેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું. તો બીજી તરફ ખેડૂતો પાસે ડુંગળીનો જથ્થો ન હોવાથી વધેલા ભાવનો પણ તેમને કોઇ લાભ મળતો નહોતો. હવે જ્યારે ખેડૂતોનો પાક બજારમાં આવ્યો છે બરાબર ત્યારે જ ડુંગળીના ભાવ ઘટવા માંડતા ખેડૂતોની સ્થિતિ ફરી કફોડી બની છે. હાલ સૌરાષ્ટ્રમાંથી ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન બજારમાં ઠાલવાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડોમાં હજુ ગત સપ્તાહે 85 થી 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળી હાલ 30 થી 65 રૂપિયાના ભાવથી વેચાઇ રહી છે. ડુંગળીના જથ્થાબંધ ભાવમાં થયેલા ઘટાડાને કારણે છૂટક બજારમાં પણ ભાવ ઘટયા છે.

છેલ્લા ચાર દિવસમાં ડુંગળીના 25 થી 30 ટકા ભાવ ઘટતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.કેમકે હવે જ્યારે ડુંગળીની આવક શરૂ થઈ છે ત્યારે જ ભાવમાં કડાકો આવતા જ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લઇને ખેડૂતો ઉમટી પડ્યા હોવાથી હાઇવે પર લાંબી-લાંબી લાઇન જોવા મળી. યાર્ડમાં પણ ડુંગળી રાખવાની જગ્યા જ ન હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. શરૂઆતમાં જે પ્રમાણે ડુંગળીના ભાવો રહ્યા હતા તેના કારણે ડુંગળીના પાકમાંથી કંઈક આવક થાય તેવી આશા બંધાઈ હતી. જો કે ડુંગળીની આવક શરૂ થયાની સાથે સરકાર દ્વારા પણ ડુંગળીની આયાત કરવામાં આવતા ભાવ સતત ઘટી રહ્યા છે. જેનું સીધું નુકસાન ખેડૂતોને જશે.

ખરેખર સરકારે આગમચેતી વાપરીને સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર માસમાં જ ડુંગળીની આયાત કરવાની જરૂર હતી. કેમકે હવે ખેડૂતોનો પાક ઉતર્યો છે તો જાન્યુઆરીના પ્રારંભે મહારાષ્ટ્રના નાસિક તરફથી પણ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક શરૂ થઇ જશે. આથી આગામી એક મહિનામાં ડુંગળીના ભાવ ઘટીને સાવ સામાન્ય થઈ જશે. જેનું સીધું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવશે.

READ ALSO

Related posts

શું તમે પણ ઈચ્છો છો કે Whatsappમાં તમારી ફૂલ પ્રાઈવસી જળવાઈ, તો અત્યારે જ આ કામ કરી નાખો

Pravin Makwana

ભારતના સૌ પ્રથમ 5G સ્માર્ટફોનની કિંમતનો થયો ખુલાસો, 24 ફેબ્રુઆરીએ થશે લોન્ચ

Ankita Trada

આ અજીબોગરીબ ફરમાનને લઈને વિવાદ વધતા કમલનાથ સરકારે નમતું જોખ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!