GSTV
Gujarat Government Advertisement

શાકભાજીના ખેડૂતોને લાભપાંચમનું મુહૂર્ત બગડ્યું, ભાવમાં ધબડકો વળ્યો

Last Updated on November 1, 2019 by

દિવાળીની રજાઓ બાદ આજે તમામ માર્કેટ ખુલી ગયા છે અને ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા છે. જેને પરિણામે શાક માર્કેટમાં શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. તો સામે ખેડૂતોને શાકભાજીના ભાવ ઓછા મળી રહ્યા છે. જેને લઈને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

લાભ પાંચમના દિવસથી સાબરકાંઠા જિલ્લાના શાકમાર્કેટમાં નવા શાકભાજીઓ આવવાની શુભ શરૂઆત થઈ છે. પરંતુ ખેડૂતો માટે શુભ સમય હજુ આવ્યો નથી. છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોએ પોતાની શાકભાજી ઘરે મુકી રાખી હતી અને અચાનક એક સાથે માર્કેટમાં લાવતા શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. એક બાજુ શાકભાજીમાં તેજી જોવા મળી છે. પણ જોઈએ તેવા ભાવ ખેડૂતોને નથી મળી રહ્યાં. શાકભાજીના ભાવમાં સરેરાશ 60 થી 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક નજર કરીએ આજનો ભાવ અને 5 દિવસ પહેલાના ભાવ પર તો.

ખેડૂતોને મળતા ભાવમાં ઘટાડો

શાકભાજીઆજનો ભાવ૫ દિવસ પહેલાંના ભાવ
રીંગણા૧૦૦-૧૫૦૬૦૦-૭૦૦
ફ્લાવર૨૦૦-૨૫૦૮૦૦-૧૦૦૦
ચોળી૩૦૦-૩૫૦૧૨૦૦-૧૫૦૦
ગુવાર૩૦૦-૪૦૦૧૨૦૦-૧૫૦૦
ટામેટા૩૦૦-૪૦૦૮૦૦-૯૦૦
દુધી૧૦૦-૧૫૦૪૦૦-૫૦૦
કાકડી૧૦૦-૧૫૦૪૦૦-૫૦૦
ભીંડા૨૦૦-૩૦૦૬૦૦-૭૦૦
તુવેર૫૦૦-૬૦૦૮૦૦-૧૦૦૦

શાકભાજી પકવતા ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી આ તમામનો ખર્ચ મોંઘો પડે છે. પરંતુ આજે પાંચ દિવસ બાદ માર્કેટ ખુલતાં જે ભાવ મળ્યો તેનાથી તેઓએ સંતોષ માની લીધો છે. ત્યારે ભાવમાં વધારો થાય તેવી માગ ખેડૂતો કરી રહ્યાં છે. એક બાજુ તમામ જગ્યાએ મોંઘવારી જોવા મળી રહી છે તો સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ નથી મળી રહ્યાં, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પરંતુ લાભપાંચમનું મૂર્હુત સાચવવા ખેડૂતો ઉમટી પડ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!