GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ફૂડ અને ફાર્મંસી ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના ખેડૂતને શોધતી આવે છે, કરે છે આ ખેતી ?

ખેડા જિલ્લાના છેવાડે આવેલા એક નાનકડા ગામના ઓલ્ડ એસએસસી પાસ આધેડ ખેડૂત ઇન્ટરનેટ સર્ફીંગની મદદથી આધુનિક ખેતીના અનોખા પ્રયોગો કરી રહ્યાં છે. ચીલાચાલુ ખેતીથી જરા હટકે પ્રયોગો કરતા આ ખેડૂત અલ્ટ્રા મોર્ડન ખેતીમાં લાખોની કમાણી પણ કરી રહ્યા છે. જાપાનીઝ મીંટ અને સુગંધીત ઘાસની ખેતી કરતાં આ મોર્ડન ખેડૂતને આજે ફૂડ અને ફાર્મસી ઇન્ડસ્ટ્રીઝ સામેથી શોધતી આવે છે.

આ વાત છે વિરપુર તાલુકાના ખૂણે આવેલા માલવણ ગામના ખેડૂત નરેન્દ્રભાઇ છોટાભાઇ પટેલની. ૬૦ની નજીક પહોંચેલા નરેન્દ્રભાઇ એમના જમાને મેથ્સ સાયન્સમાં ડીસ્ટીન્કશન મેળવીને ઓલ્ડ એસ.એસ.સી. થયેલા અને પછી ગામમાં જ રહી પિતાનો ખેતીનો વ્યવસાય શીખેલા. થોડા વખત તો તેમને કુટુંબની ચાલી આવતી ખેતી ઉપર હાથ અજમાવ્યો. પણ છેલ્લાં પંદર વર્ષથી તેઓ ડાંગર, બાજરી અને તમાકુમાંથી બહાર નીકળી ગયા. એક દિવસ એમના હાથમાં આવ્યો સ્માર્ટ મોબાઇલ ફોન. અને શીખી ગયા નેટસર્ફીંગથી નવી નવી ખેતીની રીતો. ૨૦૦૩માં લખનૌની સીમેક (સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ મેડીકલ એન્ડ એરોમેટીક પ્લાન્ટ) સંસ્થાનો પરિચય થયો.

નરેન્દ્રભાઇ કહે છે, હું જાતે જ લખનૌ પહોંચી ગયેલ. સીમેક મેડીસીન ખેતીમાં નવા નવા સંશોધનો કરતી બહુ મોટી સરકારી ઇન્સ્ટિટયુટ છે. ત્યાંથી મને ઘણી જાણકારી મળી. અને ત્યાંથી જ હું જાપાનીઝ મીંટનું બિયારણ એટલે કે એ છોડના મૂળિયા લઇ આવ્યો. જેનું અંગ્રેજી નામ ‘સ્ીહારચ છપિીહજીજ’ છે. એમ જ સમજો કે એક જાતનો જાપાની ફૂદીનો. આ જાપાની ફૂદીનાના પાંદડામાંથી ઓઇલ પણ થાય અને પાવડર પણ થાય. આથી તેનો ઉપયોગ કફ સીરપ, વિક્સ જેવી ફાર્મસી પ્રોડક્ટ બનાવવામાં થાય છે. આ ઉપરાંત આ ફૂદીનામાંથી પાનમાં નંખાતુ ઇજમેન્ટ પણ બનાવવામાં આવે છે.

પોતાની માલિકીની ૨૪ એકર જમીન ધરાવતા નરેન્દ્રભાઇ આજે ખેતીમાં લાખો રૂપિયાની અધધધ કમાણી કરી રહ્યા છે. કારણ કે તેઓ જે જાપાનીઝ મીન્ટ ઉછેરી રહ્યા છે તેને ખરીદવા ઝંડુ અને પતંજલિ જેવી મોટી ફાર્મસી કંપનીઓ અને કેટલીક ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પણ પડાપડી કરતી હોય છે. તેઓ જણાવે છે કે હું તો મારે ગામ માલવણ જ બેસી રહું છું. પરંતુ વાપી, ભરુચ, અને હાઇવે ઉપરની ઇન્ડસ્ટ્રીઓ મને શોધતી શોધતી આવે છે અને ખેતર બેઠો માલ જ સોદો કરીને લઇ જાય છે.

આ ખેતીની શરુઆત ઠંડી ઓછી થાય એટલે તરત જ, લગભગ જાન્યુઆરીના અંતમાં શરુ કરવાની હોય છે. આમ તો આ છોડ ત્રણ મહિને તૈયાર થઇ જાય. પરંતુ ઉનાળુ પાક હોવાથી એમાં પાણી ખૂબ નિયમિત આપવું પડે. મને આ જાપાનીઝ મીન્ટમાં એટલે રસ પડયો કે એકવાર તેના બિયારણ તરીકે છોડના મૂળિયા ખરીદો પછી એના એ જ છોડ બીજું ત્રણ ગણું બિયારણ આપે. એટલે કે અત્યારે મેં લખનૌથી એક એકર દીઠ ૮૦ કિલો બિયારણના મૂળિયા ખરીદ્યા છે.

જે લગભગ અઢી લાખ રૂપિયાના આવ્યા. હવે આ બિયારણમાંથી જે છોડ ઉછરશે એના મૂળિયા જથ્થામાં થયા હશે. એટલે એક એકરના મૂળિયામાંથી મને બીજા ત્રણ એકર રોપી શકાય એટલા મૂળિયા મળશે તે નફામાં. આ વિદેશી પાક ત્રણ મહિનામાં તૈયાર થાય છે. એટલું જ નહીં પણ તેને એકવાર કાપી લીધા પછી આપોઆપ બીજા ત્રણ મહિને એનો બીજો ફાલ નીકળે છે. નરેન્દ્રભાઇ અત્યારે ફેબુ્રઆરીમાં રોપાયેલો તેમનો પહેલો પાક વાઢવામાં સક્રિય છે અને તેમના ચોવીસો ચોવીસ વીઘાના બધા છોડવાના ફાર્મા અને ફૂડ કંપનીઓએ ડાયરેક્ટ સોદા કરી દીધા છે.

જાપાનીઝ મીંટનું તેલ પણ નિકળે છે

માલવણના મોર્ડન ખેડૂત નરેન્દ્રભાઇ જણાવે છે આ જાપાનીઝ મીન્ટનો છોડ તેના પાંદડા અને ડાળખામાંથી તેલ આપે છે. ખેતરમાં જ એક ઓરડી બનાવી તેમાં અમે ડીસ્ટીલેશન યુનિટ નાંખ્યું છે. જે વાપીથી ખરીદ્યું હતું. આ ડીસ્ટીલેશન યુનિટમાંથી આ છોડના પાંદડા અન ેડાળખાનું તેલ નીકળે. ૧૫૦૦ કિલો જેટલા પાંદડા-ડાળખામાંથી ૨૭ કિલો જેટલું તેલ નીકળે. આ તેલ ઇન્ડસ્ટ્રીમાં ૧૮૦૦ રૂ. કિલો વેચાય છે. કારણ કે વિક્સ, કફસીરપ જેવી પ્રોડક્ટમાં આ તેલ વાપરવું ફરજ્યિાત હોય છે. જો કે અમે તો તેલ કાઢવાને બદલે સીધો ઉભા પાકનો જ સોદો કર્યો છે.

જાપાનીઝ મીંટ (ફુદીનો)નો ઉછેર કઇ રીતે થાય છે

આ ખેતી માટેનું બિયારણ તેના મૂળિયા હોય છે. જે ૧૨૫ રૂા. કિલો મળે છે અને ૧ એકરમાં ૮૦ કિલો વપરાય છે. તેનું વેચાણ લખનૌની સીમેક સહકારી સંસ્થા કરે છે. બીજા પાકની જેમ તેની વાવણી પણ ઠંડી ઓછી થયા પછી એટલે કે જાન્યુઆરીના અંતમાં સાવ સામાન્ય રીતે કરવામાં આવે છે. વાવણીના ૩૦ થી ૩૫ દિવસ બાદ ૧ એકરમાં ૨૫ કિલો જેટલું સલ્ફેટ ખાતર આપવું પડે છે. અને દર ૩-૪ દિવસે પાણી પણ મૂકવું પડે છે.

૯૦ થી ૧૦૦ દિવસમાં પહેલો પાક તૈયાર થઇ જાય છે. અને તેને વાઢી લીધા બાદ ફરીથી પાણી અને ખાતર આપવાથી ૯ ૦ દિવસમાં બીજો ફાલ પણ આપોઆપ મળે છે. ત્યારબાદ પણ એ છોડના મૂળિયા કાઢી લેવામાં આવે તો ફરીથી આ ખેતી માટે એ જ મૂળિયા બિયારણના કામમાં આવે છે. એક અંદાજ મુજબ ૧ એકરમાં ખેતી કરવાનો ખર્ચ ૫૦ હજાર જેટલો થાય. જેમાં બિયારણ, ખાતર, પાણી અને મજૂરીનો ખર્ચ મુખ્ય હોય અને જો તેનો છોડ કે પાંદડા ફુડ ઇન્ડસ્ટ્રીઝ ખરીદે તો એકર દીઠ ત્રણ લાખ રૂપિયા આવક નક્કી.

READ ALSO

Related posts

અહીં ખુલી ગયા છે રેડ લાઈટ એરિયા: નિયમો હશે વધુ કડક, કિસ કરવા પર પણ પ્રતિબંધ

Pravin Makwana

રાજ્યમાં પાંચ વર્ષ કે તેથી ઉપરના અનુભવી પોલીસ કોન્સ્ટેબલને સોંપવામાં આવી આ જવબાદારી

Nilesh Jethva

મધ્યપ્રદેશના બે પૂર્વ CM ઉપર સિંધિયાની ગર્જના, ટાઈગર અભી જિંદા હૈ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!