GSTV

ખેડૂત સહાયમાં ગરબડ / ગાંધીનગરમાંથી સરકાર ભલે ગમે તે જાહેરાતો કરે, અનેક ગામોમાં સર્વેની ટીમ પહોંચી જ નથી…

Last Updated on October 23, 2021 by Pritesh Mehta

ભારે વરસાદથી ખેડૂતોને નુકશાન સહાય માટે રાજય સરકારે પેકેજ જાહેર કર્યુ તેની સામે સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ જોવા મળી રહયો છે અનેક તાલુકાઓનો સમાવેશ કરાયો નથી અને કેટલાક તાલુકાઓમાં તો સર્વેની ટીમ જ પહોંચી ન હોવાથી સરકાર પાસે ડેટા અધુરો આવ્યો છે સર્વેમાંજ વિસંગતતા જોવા મળી રહી હોવાની ફરિયાદો રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં ઉઠી છે.

સહાય

રાજકોટ જિલ્લાનાં જસદણ અને વિંછીયા તાલુકામાં ખેડૂતોને વરસાદથી મોટું નુકશાન થયુ છે છતાં આ બંને તાલુકાનો સમાવેશ પેકેજમાં કરવામાં આવ્યો ન  હોવાનું આ વિસ્તારનાં આગેવાનોએ જણાવ્યું હતુ. રાજકોટ તાલુકાનાં ૯૮ ગામોમાંથી આઠેક ગામનાં નામ જ સહાયની યાદીમાં છે આજે તાલુકાનાં સરપંચોએ આ મામલે સતાધિશોને રજુઆત કરી હતી. ધોરાજી તાલુકાનાં નદી કાંઠાના થોડા ગામોનો સમાવેશ કરાયો છે વીસ જેટલા ગામોને બાકાત રખાયા હોવાની રાજકોટ જિલ્લા પંચાયતનાં શાસક પક્ષનાં નેતા અને સ્થાનિક આગેવાનોએ ગાંધીનગર જઈને મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરી હતી.

વિરપુર પંથકમાં ભાદરવા મહિનામાં પાછોતરો વરસાદ પડયો તેમાં મોટુ નુકશાન ખેડૂતોને થયું છે. કપાસ, મગફળી, સોયાબીનનાં પાકને નુકશાન થયુ છે છતાં વિરપુર – જેતપુર તાલુકાનાં ગામોને પેકેજમાંથી બાકાત રખાતા સ્થાનિક આગેવાનોએ સરકારને રજુઆત કરી છે. 

કેટલાક આગેવાનોએ એવી રજુઆત કરી હતી કે કેટલાક તાલુકાઓનાં ગામો એવા છે કે ત્યાં સર્વેની ટીમો ગઈ જ નથી આમ સરકાર સુધી સાચુ ચિત્ર જ પહોંચ્યુ નથી. મોટા ભાગનાં તાલુકાઓમાં નદી કાંઠાનાં ગામોનો જ સમાવેશ પેકેજમાં કરવામાં આવ્યો છે. સરકાર હવે જો રિ – સર્વેનો આદેશ કરશે તો હવે મગફળી સહિતનો પાક તો ખેતરમાંથી લેવાઈ ગયો છે હવે નુકશાનનો સાચો ખ્યાલ પણ નહિ આવે આમ ખેડૂતોને તો અન્યાય જ સહન કરવાનો વારો આવ્યો છે. આગામી તા. રપ મી થી સહાય માટે નોંધણીની કામગીરી શરુ કરવામાં આવી રહી છે એ પહેલા સર્વેને લઈને ફરિયાદો સતત વધી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!