કૃષિ કાયદાને પરત લેવાની માંગ પર કિસાનો અડગ છે. ગુરુવારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક તબક્કાની ચર્ચા થઇ રહી છે. એવામાં ખેડૂતો તરફથી લેખિતમાં સરકાર સમક્ષ પોતાની માંગો મુકવામાં આવી છે. જેના પર તેઓ કોઈપણ સંજોગોમાં લેખિતમાં ગેરંટી ઈચ્છી રહ્યા છે. ગત એક અઠવાડિયાથી દિલ્હીના રસ્તાઓ પર ચાલી રહેલા આંદોલનને ખતમ કરવા માટે સાકાર સતત ખેડૂતોને મનાવવામાં લાગી છે.

ખેડૂતોની આ છે 6 માંગો…
- ત્રણેય કૃષિ કાયદાને પરત લેવામાં આવે
- ખેડૂતો માટે MSPને કાયદેસર બનાવવામાં આવે
- MSPને ફિક્સ રાખવા માટે સ્વામીનાથન ફોર્મ્યુલાને લાગુ કરવામાં આવે
- NCR વિસ્તારમાં વાયુ પ્રદુષણ એક્ટમાં કરાયેલ ફેરફાર રદ્દ કરવામાં આવે.
- ખેતી માટે ડીઝલના ભાવ અડધા કરી દેવામાં આવે.
- દેશભરમાં કિસાન નેતા, કવિઓ, વકીલો અને અન્ય એક્ટિવિસ્ટો સામે જે કેસ કરવામાં આવ્યા છે તે પરત ખેંચવામાં આવે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત
- રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ
- સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ
- અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી
- સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો