બટાટાનાં વેપારીઓ ફરી મુશ્કેલીમાં, ભાવમાં ધરખમ ઘટાડો

બટાટાનાં વેપારીઓ ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયા છે. બટાટાનાં ભાવમાં છેલ્લાં એક માસમાં ધરખમ ઘટાડો આવી જતા ફરી એકવાર વેપારીઓને નુકશાન કરવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠામાં હાલ 30 લાખ ઉપરાંતના બટાકાના કટ્ટા સ્ટોરેજમા પડેલ છે ત્યારે ભાવ તળિયે આવતાં 30 લાખ કટ્ટામાં વેપારીઓને મૂડી કરવી પણ મુશ્કેલ બની રહી છે.

છેલ્લાં ચાર વર્ષથી બટાટામાં પડેલ મંદીનાં કારણે વેપારી અને ખેડૂત દેવાદાર બની ગયા છે.ચાલુ સાલે પ્રથમ તો વેપારીઓ તેજીની આશા હતી. જેથી ખેડુતોએ સારા ભાવ આપી બટાટા ખરીદીને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કર્યા હતા.

ગત્ત માસ સુધી બટાટાની બિલ્ટી 1000 થી 1100 રૂપિયે જતાં આંશિક રીતે વેપારીઓને રાહત થઈ હતી. પરંતુ છેલ્લાં એક માસમાં બટાટા ન ભાવ ઘટી 500 થી 700 બિલ્ટી એટલે કે 4 મણનાં ભાવ થઈ જતા વેપારીઓને બે છેડા ભેગા પણ થતા નથી.

બટાટાનાં ભાવ ઘટતા વેપારીઓની હાલત કફોડી થઇ ગઇ છે. એક તરફ ડિસેમ્બર માસમાં સ્ટોરેજ ખાલી કરવાનો સમય હોય છે જેથી બટાટા નીકળવા પડે છે તો બીજી બાજુ ભાવ તળિયે જતા વેપારીઓ કહી રહ્યાં છે હાલનાં ભાવથી અમારે મૂડી પણ થતી નથી.

બનાસકાંઠાનાં માર્કેટમાં હાલ લીલી શાકભાજીની આવક વધી રહી છે સાથે લીલી શાકભાજી સસ્તી પણ છે જેનાં કારણે બટાટાની માંગ ઘટી છે. આમ ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter