GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર, એક બે નહીં 9 જિલ્લામાં ફેલાયા તીડ

UN

કોરોનાના સંકટ વચ્ચે ગુજરાતમાં ફરી એક વાર તીડોએ આક્રમણ કર્યુ છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.પાકિસ્તાન અને રાજસ્થાનથી ત્રાટકેલાં તીડોના આક્રમણને રાજ્યનું કૃષિ વિભાગ સતર્ક બન્યુ છે.એટલુ જ નહી, રાજ્ય સરકારે રાજસ્થાન સરકાર સાથે પણ સંતર્ક સાધ્યો છે.અમદાવાદ,મોરબી સહિત નવ  જિલ્લામાં તીડોના ઝૂંડ ત્રાટક્યાં છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.

એક તરફ Corona બીજી તરફ તીડ

એક તરફ, ગુજરાતમાં કોરોનાએ કેર મચાવ્યો છે. કેસો વધતાં લોકો ચિંતાતુર બન્યાં છે.તો બીજી તરફ, ગુજરાતના સરહદી ગામડાઓ ઉપરાંત વિવિધ જિલ્લામાં તીડોના ઝૂંડોએ આક્રમણ કર્યુ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. રાજ્યમાં સરહદી જિલ્લા બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં તીડોના ઝૂંડ જોવા મળ્યાં છે.

ખેડૂતોને પડ્યા પર પાટુ

ખેડૂતો પર તો પડ્યા પર પાટુ જેવી સ્થિતી રહી છે કેમકે, કોરોનાની મહામારી વચ્ચે ઘઉં, ડાંગર સહિત અન્ય ધાન્ય પાકોના પોષણક્ષમ ભાવો મળતાં નથી. હજુ તો ચોમાસુ સિઝન કેવી રીતે કાઢવી તે પ્રશ્ન છે. ખેતમજૂરો વિના ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. અનેકવિધ પ્રશ્નો વચ્ચે હવે તીડોના ઝૂંડોએ ખેતરોમાં આક્રમણ કર્યુ છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે તેનુ કારણ છેકે,ઉનાળુ વાવેતર જોખમ મંડાયું છે.તીડો હવે ઉનાળુ પાકનો ખાતમો કરી શકે છે.

તીડોએ ફરી ગુજરાત પર આક્રમણ કર્યુ છે જેના પગલે રાજ્ય કૃષિ વિભાગ સતર્ક બન્યુ છે.તીડના આક્રમણને પગલે કૃષિ વિભાગની ટીમોએ નવ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરીને તીડ નિયંત્રણની કામગીરી શરૂ કરી છે.ખેડૂતોને પણ તીડના ઝૂંડ દેખાય તો કૃષિ વિભાગને જાણ કરવા જણાવાયુ છે.

ગુજરાત તરફ આગળ વધી શકે છે તીડોનું ઝૂંડ

રાજસ્થાનના બાડમેર, અજમેર અને નાગોર જિલ્લામાંથી તીડોના ઝૂંડ હજુ સ્થિર છે જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધી શકે છે. આ સ્થિતીને જોતાં ગુજરાત કૃષિ વિભાગે રાજસ્થાન સરકાર સાથે પણ સંપર્ક કર્યો છે.પાકિસ્તાન તરફથી પણ તીડોના ઝૂંડ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ત્રાટક્યાં છે.

ઉલ્લેખનીય છેકે, ગત વખતે તીડોએ આક્રમણ કરતાં ખાસ કરીને બનાસકાંઠા સહિતના સરહદી જિલ્લામાં પાકને વધુ નુકશાન કર્યુ હતું જેના કારણે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કર્યુ હતું.

ગુજરાતમાં ૧૯૦ હેકટરમાં  તીડના ઝૂંડ દેખાયાં

રાજયના અમુક વિસ્તારોમાં તીડ છુટા છવાયા ટોળામાં જોવા મળ્યા છે.રાજયમાં હાલ તીડ પ્રભાવિત વિસ્તારમાં અંદાજીત સરેરાશ ૧૫૦ થી ૨૦૦૦ પ્રતિ હેક્ટર તીડની સંખ્યા જોવા મળ્યા છે. આ વર્ષે રાજ્યમાં સૌપ્રથમ ૮મી મેએ બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના મીઠા વિચારણ ગામમાં તીડ જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં  બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી,  સુરેન્દ્રનગર, ભાવનગર,  અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી ના કુલ ૧૨ તાલુકાના ૩૧ ગામોમાં તીડ જોવા મળ્યા છે જેના પગલે  કુલ ૨૭૬ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

કુલ ૯૯૨૫ હેક્ટર વિસ્તાર સર્વે કરાયો હતો. આ સર્વે દરમ્યાન કુલ ૧૯૦ હેક્ટર વિસ્તારમાં રણ તીડ જોવા મળ્યા છે. તે પૈકી કુલ ૧૧૨ હેક્ટર વિસ્તારમાં જંતુનાશક દવા દ્વારા તીડનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. તીડ નિયંત્રણ કરવા માટે રાજ્ય તથા જીલ્લાના અધિકારીઓ કેન્દ્રની તીડ નિયંત્રણ એકમની ટીમ સાથે સતત સંપર્કમાં છે.તીડ પ્રભાવીત જીલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ જીલ્લામાં આશરે ૧૯ હજારથી વધુ હેક્ટર વિસ્તારમાં તીડનો ઉપદ્રવ જોવા મળેલ હતો.

Read Also

Related posts

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

અનલોક-1 બાદ પ્રથમવાર ગુજરાતના સીએમ સાથે જીએસટીવીનો સવિશેષ સંવાદ, કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!