ગુજરાત રાજ્યના હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. નોઁધપાત્ર છે કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર હવામાનમાં પલટો જોવા મળી શકે છે. ત્યારે આ વચ્ચે જગતના તાત પર મોટી આફત આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

જગતના તાત પર મોટી આફત આવે તેવી શક્યતા
રાજ્યમાં ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. ભર શિયાળામાં હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જેને લઇને રાજ્યમાં 10 અને 11 ડિસેમ્બરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતાને લઇને આગાહી કરી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સોમનાથ, સુરત, ભાવનગરમાં વરસાદ પડે તેવી સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં સામાન્ય વરસાદની વકી છે.
READ ALSO
- Bank Holidays : જુલાઈમાં 14 દિવસ બંધ રહેશે બેંકો, મહિનાની શરૂઆત રજા સાથે થશે; ફટાફટ ચેક કરો લિસ્ટ
- મહારાષ્ટ્રના અધિકારીઓ પર ભડક્યા કેન્દ્રીય મંત્રી, અમે 2-3 દિવસ જ વિપક્ષમાં છીએ એ યાદ રાખજો
- દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા
- કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો
- સામે આવી ઉડવાવાળી હોટેલની ડિઝાઈન, લેન્ડ કર્યા વિના મહિના સુધી હવામાં ભરશે ઉડાન! આ પ્રકારની હશે સુવિધા