GSTV
India News ટોપ સ્ટોરી

ખેડૂતોની સંસદ માર્ચને લઈ રાકેશ ટિકૈતે કહ્યું, ‘અમે ચોક્કસ જઈશું, ભલે પોલીસ ધરપકડ કરી લે’

ખેડૂત

કૃષિ કાયદાની વિરૂદ્ધમાં ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન ફરી એક વખત ચર્ચામાં છે. ખેડૂત સંગઠનોએ કરેલી જાહેરાત પ્રમાણે 22 જુલાઈના રોજ સંસદ સુધી માર્ચ યોજવામાં આવશે.  જો કે પોલીસે સંસદ માર્ચના બદલે ખેડૂતોને જંતર મંતર ખાતે પ્રદર્શન કરવા માટે મંજૂરી આપી છે. ત્યારે આ મામલે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો પોલીસ મંજૂરી નહીં આપે તો કાંઈ વાંધો નહીં, અમે ચોક્કસ જઈશું ભલે અમારી ધરપકડ કરી લે. 

અમે શાંતિપૂર્વક રીતે સંસદમાં જઈશું

રાકેશ ટિકૈતે ગુરૂવારના પ્રદર્શનને લઈને જણાવ્યું કે, અમે શાંતિપૂર્વક રીતે સંસદમાં જઈશું. પાર્લામેન્ટ બહાર અમારો મંચ ઉભો કરીશું અને જ્યારે પાર્લામેન્ટ પૂરી થશે ત્યારે પાછા આવી જઈશું, તેનો તો સમય પણ નિશ્ચિત છે.  રાકેશ ટિકૈતે જણાવ્યું કે, આંદોલન તો આખી દુનિયામાં થાય જ છે, દિલ્હી પોલીસ જેમ ઈચ્છે છે અમે એ રીતે શાંતિપૂર્ણ રીતે મોરચો કાઢીશું. રાકેશ ટિકૈતે જણાવ્યું કે, આ લોકો નથી ઈચ્છતા કે અમે મોરચો કાઢીએ કારણ કે, હાલ સંસદની કાર્યવાહી ચાલી રહી છે.

કૃષિ કાયદો જ્યારે સંસદમાં જ બન્યો છે તો અમે વિરોધ કરવા રામલીલા મેદાન કે અન્ય કોઈ જગ્યાએ શા માટે જઈએ

પરંતુ કૃષિ કાયદો જ્યારે સંસદમાં જ બન્યો છે તો અમે વિરોધ કરવા રામલીલા મેદાન કે અન્ય કોઈ જગ્યાએ શા માટે જઈએ. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, શું અમે સંસદ પહોંચીને સત્તા પરિવર્તન કરી દઈશું? આ ફક્ત એક વિરોધ પ્રદર્શન છે, આ સાંકેતિક હોય છે.

READ ALSO

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda
GSTV