GSTV

ખેડૂતો આનંદો/ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો મહત્વનો નિર્ણય, પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાને વધારાઈ

જમીન

Last Updated on June 3, 2021 by Dhruv Brahmbhatt

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો વધુ એક કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યની નેશનલાઈઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી કે ખાનગી કોઇપણ બેન્કમાંથી ખેડૂતોએ લીધેલા ટુંકી મુદતના પાક ધિરાણ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.

કોરોનાના કપરાકાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યની નેશનલાઇઝડ, રિજીયોનલ રૂરલ બેંકો કે સહકારી, ખાનગી બેંકો પૈકી કોઇપણ બેન્કમાંથી ખેડૂતો દવારા લીધેલ ટૂંકી મુદતના પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત તા. ૩૦ જૂન સુધી લંબાવીને રાજ્યના ધરતીપુત્રોને મોટી આર્થિક રાહત આપતો આ સંવેદનશીલ નિર્ણય CM દ્વારા લેવામાં આવ્યો છે.

ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ. ૨૪૧.૫૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો નિર્ણય પણ કર્યો છે કે, રાજ્યના આવા તમામ ખેડૂતો માટે રાજ્ય સરકારના ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ કિસાન હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો અંદાજિત રૂ. ૨૪૧.૫૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

રાજ્યના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ અંગેની યાદીમાં વધુમાં જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ, ધિરાણ સંસ્થાઓ મારફત ૭ ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને ૩ ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જયારે ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.

Covid-19ના સેકન્ડ વેવમાં માર્ચ-ર૦ર૧થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે. જેના પરિણામે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા તા. ૩૧-૦૩-ર૦ર૧ સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ સંજોગોમાં તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીનું પાક ધિરાણ લીધેલું હોય તેવા રાજયના તમામ ખેડૂતો માટે પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

જેના પરિણામે રાજયના કોઇ પણ ખેડૂત દ્વારા નેશનલાઇઝડ, રિજીયોનલ રૂરલ બેંક, સહકારી બેન્ક કે ખાનગી બેન્ક પૈકી કોઇ પણ બેન્કમાંથી તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીમાં પાક ધિરાણ લીધેલું હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવામાં આવી છે.

તા. ૦૧-૦૪-ર૦ર૧ થી તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા મળતી ૪ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોના હિતમાં એવો પણ નિર્ણય કર્યો

સર્વે

ખેડૂતોને આ પણ મળશે લાભ

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બુધવારે ખેડૂતોને દાળ અને તેલિબિયાના ઉચ્ચ ઉપજવાળા બીજનું વિતરણથી જોડાયેલ એક મિની કિટ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ મિની કિટ રાષ્ટ્રીય બીજ નિગમ નૈફેડ અને ગુજરાત રાજ્ય બીજ નિગમ જેવી રાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન દ્વારા તેમના તેને પોષણ કરી રહી છે.

એક સત્તાવાર નિવેદનમાં કહેવાયુ છે કે, બિયારણ મિની કિટ કાર્યક્મની શરૂઆત કૃષિ મંત્રી દ્વારા દાળ અને તેલિબિયાની ઉંચ્ચ નિપજવાળા બીજના વિતરણ સાથે થઈ હતી. તોમરે કહ્યુ હતું કે, કેન્દ્ર રાજ્યોના સહયોગથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત દાળ અને તેલિબિયાનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે અલગ અલગ પ્રવૃતિઓ શરૂ કરી છે.

દાળ અને તેલિબિયાનું ઉત્પાદન વધ્યું

કૃષિમંત્રાલયના જણાવ્યા અનુસાર 2014-15થી દાળ અને તેલિબિયાનું ઉત્પાદન વધારવા માટે નવેસરથી ભાર આપવામાં આવી રહ્યો છે. તેલિબિયાનું ઉત્પાદન 2014-15માં 2.751 કરોડ ટનથી વધીને 2020-21માં 3.657 કરોડ ટન થઈ ગયુ છે. આવી જ રીતે દાળનું ઉત્પાદન આ સમયમાં 1.715 કરોડ ટનથી વધીને 2.556 કરોડ ટન થઈ ગયુ છે.

15 જૂન, 2021 સુધી ચાલુ રહેશે વિતરણ

આ કાર્યક્મ અંતર્ગત બિયારણનું વિતરણ 15 જૂન, 2021 સુધી ચાલુ રહેશે જેથી ખેડૂતોને ખરીફ પાકના વાવેતર પહેલા બિયારણ મળી રહે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત ગાળની કુલ 20,27,318 કિટ, સોયાબિનની આઠ લાખથીવધારે મિની કિટ અને મગફળીની 74,000 મિની કિટ ફ્રીમાં આપવામાં આવશે.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!