GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અષાઢી બીજના પાવન પર્વે ધરતીપુત્રોએ ધરતીની પૂજા કરી વાવેતરની કરી શરૂઆત

આપણે ત્યાં શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે. અષાઢી બીજનું પાવન પર્વ શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. ખેડૂતો પણ અષાઢી બીજના શુભ મુહૂર્ત પ્રસંગે ખેતીના સાધનોને કૂમ કૂમ તિલકથી વધાવી ધરતીની પૂજા કરી વાવેતરની શરૂઆત કરે છે.

  • ધરતી અમારી મા
  • ઔજાર અમારા આરાધ્ય દેવ
  • મહેનત અમારી પૂજા
  • મોલ ભગવાનના આશીર્વાદ

અષાઢી બીજના પાવન પર્વે ધરતીપુત્રોએ ધરતી માની પૂજા કરી. ખેત હથિયારોનું પૂજન કર્યું અને શરૂ કરી મહેનત મોલાત રૂપી ભગવાનના આશીર્વાદ પામવાની. બનાસકાંઠા પંથકમાં અષાઢી બીજના પાવન પર્વે ખેડુતોએ વાજતે ગાતે ખેતરમાં ઉગમણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું. પહેલાના સમયમાં ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું.

હવે ખેતીની પદ્ધતિ પણ આધુનિકતા આવતા હવે હળ-બળદના બદલે ટ્રેક્ટરો અને અન્ય ઓજારો ની પૂજા કરવામાં આવે છે. સમયની સાથે સાથે ખેતીમાં ટેકનોલોજીની સાથે સાથે આધુનિકતા આવતા હવે પરંપરાગત ખેતી અને રીત રિવાજ પણ બદલાયા છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરવામા આવે છે. લાલ નાડાછડી બાંધી હળોતરાના સૈત્રો બાંધી ગોળ, ધાણા વહેંચવામા આવે છે. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી , ધરતી માતા અને ખેતીના ઓઝારોની આરતી કરવામાં આવે છે અને આવનારું વર્ષ ખુબજ સારું જય અને ખેડૂતો માટે કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરે છે.

અષાઢી બીજનો દિવસ ધરતીપુત્રો માટે વિશેષ હોય છે. વર્ષોથી અષાઢી બીજના પાવન પર્વે ધરતીપુત્રો ધરતીમાંની પુજા કરીને ખેતીના શ્રીગણેશ કરતા આવ્યા છે અને કુદરત પણ કૃપા વરસાવીને ધરતી પુત્રોને ધન ધાન્યથી ફળીભૂત કરે છે. વર્ષો જૂની આ પરંપરામાં હવે બળદ ગાડા હળના સ્થાન આધુનિક ઔજારોએ લીધા છે. પરંતુ પૂજનની પરંપરા આજે પણ ગર્વ સાથે ખેડુતોએ જાળવી રાખી છે.

READ ALSO

Related posts

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi

હાસ્ય કલાકાર અગ્રિમાને બળાત્કારની ધમકી આપનારો વડોદરાથી પકડાયો, ઇન્સ્ટા પર VIDEO કર્યો હતો વાયરલ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!