કોરોના કાળ વચ્ચે ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતો માટે પડયા પર પાટુ જેવી દશા થઇ છે. હવે ખેડૂતો ભાજપ સરકાર પર રોષે ભરાયાં છે. ખાતરના ભાવ વધતાંમંત્રીઓના ફોનની ઘંટડીઓ રણકવા માંડી છે..ખેડૂતેમંત્રીઓ સાથે કરેલી વાતચીતનો ઓડિયો ધૂમ વાયરલ થયો છે.
ખેડૂતેમંત્રીઓ સાથે કરેલી વાતચીતનો ઓડિયો વાયરલ

નખત્રાણાના એક ખેડૂત ખાતરના ભાવ વધારાને લઇને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્ય કૃષિ મંત્રી આર.સી. ફળદુને ફોન કરીને બોલતી બંધ કરી દીધી હતી. ખેડૂતેબંન્ને મંત્રીઓને રોકડું પરખાવ્યું હતું કે, ભાજપ ભાષણોથી ચાલશે પણ ખેડૂતોની ખેતી નહી ચાલે, અમારે કયાં જવું. ચૂંટણીની જ રાહ જોતાં તા, તમે જ અમને છેતર્યાં છે.
ચૂંટણીની જ રાહ જોતાં તા, તમે જ અમને છેતર્યાં

ગુજરાતમાં કોરોનાની મહામારી વકરી
ગુજરાતમાં કોરોનાની મહામારી વકરી છે ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર એ છેકે, ખાતરના ભાવમાં રૃા.7૦૦ વધારો થયો છે. સ્થાનિક પંચાયતની ચૂંટણી સુધી ખાતરના ભાવમાંવધારો નહી થાય તેવા વચન અપાયા હતાં. ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી પણ પાછલા બારણેથી તા.1લી મેથી ખાતરનો ભાવ વધારોઅમલી બનાવી દેવાયો છે જેના કારણે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયાં છે.
ચૂંટણી વખતે તમારાં ભાષણો અમે ધ્યાનથી સાંભળ્યા હતાં
નખત્રાણાના એક ખેડૂતે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલાએ ફોન કર્યો હતો કે, પંચાયતની ચૂંટણી વખતે તમારાં ભાષણો અમે ધ્યાનથી સાંભળ્યા હતાં. તમે એવુ કહેતાં હતાં કે,કોંગ્રેસ ખાતર મુદ્દે રાજકારણ ખેલી રહી છે પણ તમે જાણે ચૂંટણી રાહ જોતાં તા. હવે ખાતરનો ભાવ વધ્યો છે. હવે અમારે કયાં જવું, કોને કહેવું. આ સાંભળીને રૂપાલાએ માત્ર હાજી હા જી કહીને મૌન રહેવાનું પસંદ કર્યુ હતું.

આ તરફ, આ જ ખેડૂતે કૃષિ મંત્રી આર.સી. ફળદુને ય ફોન કર્યો હતો કે, તમે જ ખેડૂતોને છેતર્યાં છે. તમે તો ખાતરના ભાવ નહી વધે એવુ કહ્યુ હતું. ખેડૂતના જવાબમાં ફળદુએએવા ઉઠા ભણાવ્યાં એ કે, ખાતરના ભાવ પેટ્રોલિયમ કંપનીએ વધાર્યાં છે. અમે ભાવ વધાર્યાં નથી. અમે તો કેન્દ્ર સરકારમાં રજૂઆત પણ કરી છે. ખાતરના ભાવ વધારાને લઇનેઅભી બોલા, અભી ફોક જેવી સ્થિતી સર્જાઇ છે. ખેડૂતના વેધક સવાલ સામે ફળદુ અને રૂપાલાની બોલતી બંધ થઇ ગઇ હતી.
READ ALSO
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન