GSTV
India News Trending

કૃષિ બીલના વિરોધમાં ખેડૂતો દિલ્હી કૂચ કરવાની તૈયારીમાં, 14 ડિસેમ્બરે ખેડૂતોએ આપી છે ભૂખ હડતાળની ચીમકી

ખેડૂત આંદોલનનો આજે ૧૮મો દિવસ છે. ખેડૂતો પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવવા હુંકાર કરી રહ્યાં છે, આજે રાજસ્થાનના ખેડૂતોએ પણ આંદોલનમાં સામેલ થવાની જાહેરાત કરી છે. જેના પગલે હરિયાણા બોર્ડર પર ત્રણ કંપની ફોર્સ-વજ્ર વાહન તેનાત કરવામાં આવ્યા છે. ખેડૂતોએ કહ્યું છે કે, તેઓ જયપુર દિલ્હી હાઇવે આજે બ્લોક કરશે. સાથે જ ૧૪ ડિસેમ્બરે ખેડૂતો ભૂખ હડતાળની ચીમકી આપી છે. આ બધાની વચ્ચે અન્ય લોકો માટે સારા સમાચાર એ છે કે, આંદોલનને કારણે ૧૨ દિવસથી બંધ દિલ્હી-નોઈડા ચિલ્લા બોર્ડર ખોલવામાં આવી છે. શનિવારે ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓએ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી, જે બાદ બોર્ડર ખોલવા અંગે સહમતિ થઇ હતી.

રાજસ્થાનના શાહજહાંપુરમાં ૧૨ દિવસથી ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે તે જગ્યા રાજસ્થાન-હરિયાણા બોર્ડર જયસિંહપુર-ખેરા પાસે છે. હવે આ ખેડૂતો દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોએ કહ્યું કે, તેઓ રાજસ્થાન અને હરિયાણાના અન્ય ખેડૂતોની રાહ જોઇ રહ્યાં છે, તેઓ આવશે એટલે તરત જ દિલ્હી રવાના થશે.

રાજસ્થાનથી ખેડૂતો આવવાનો સિલસિલો શરૂ

દિલ્હી-જયપુર હાઇવે સ્થિત ખેડા બોર્ડરથી રાજસ્થાનથી ખેડૂતો આવવાનો સિલસિલો શરૂ થતાં હાઇવે બંધ કરાયો છે. અહીં આવતાં વાહનોને બીજા માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ પ્રમાણે, નોઈડા ગાજિયાબાદથી દિલ્હી જવા માટે ગાજીપુર બોર્ડર છે. ટ્રાફિક પોલીસે ચિલ્લા, આનંદ વિહાર, ડીએનસી, અપ્સરા અને ભોપારા બોર્ડરથી દિલ્હી આવી રહેલા લોકોને અલગ રૂટ લેવાની સલાહ આપી છે. પોલીસ અનુસાર, સિંધુ, ઔચંદી, પિયુ મનિયારી અને મંગેશ બોર્ડર હજુ પણ બંધ છે. ટિકરી અને ઘંસા બોર્ડર પર પણ ટ્રાફિક મૂવમેન્ટ બંધ છે.

READ ALSO

Related posts

Bilkis Bano Case /  11 દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં ઉઠાવેલા બંને મુદ્દામાં દમ

Nakulsinh Gohil

ઓસ્ટ્રેલિયા / સુપરસ્ટાર ઓફ એસટીઈએમમાં ભારતીય મૂળની 3 મહિલાઓની પસંદગી કરવામાં આવી

Akib Chhipa

દિલ્લી / MCDની ચૂંટણીમાં ભાજપ-આપ નેતાઓ વચ્ચે અંગત આક્ષેપોની બોલબાલા

Nakulsinh Gohil
GSTV