દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ ખેડૂતોનું પણ આંદોલન યથાવત છે, આ આંદોલન વચ્ચે એક મહત્વના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાં છેલ્લા દસેક દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો અંત લાવવા કેન્દ્ર સરકાર તાજેતરમાં ઘડાયેલા નવા કાયદામાં કેટલાક ફેરફાર કરે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતોએ રજૂ કરેલી છ માગણીમાં કેટલીક માગણી સંતોષી શકાય એવી હોવાનું સરકારને લાગ્યું હતું.

ખેડૂતોએ રજૂ કરેલી છ માગણીમાં કેટલીક માગણી સંતોષી શકાય એવી હોવાનું સરકારને લાગ્યું

શું કૃષિ કાયદામાં મોદી સરકાર કરશે મહત્વના ફેરફાર, જગતનો તાત આકરા પાણીએ: આંદોલનનો આવશે અંત!
ખેડૂતોની એેક માગણી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (એમએસપી)ને કાયદેસર કરવાની હતી. સરકારે એ તરફ વિચાર કરવાની તૈયારી દાખવી હતી. એજ રીતે મંડી (બજાર)માં વેપાર કરતા વેપારીઓનું રજિસ્ટ્રેશન કરાવવાની માગણી પણ સરકાર સ્વીકારી લે એવી શક્યતા હતી. રજિસ્ટ્રેશન વિનાના વેપારીઓ સામે ખેડૂતો કોઇ વાંધાવચકા રજૂ કરે તો એનું નિરાકરણ કરવામાં નિરર્થક વેડફાટ થતો હતો. રજિસ્ટર્ડ વેપારી હોય તો એની સામે સરેલાઇથી કાયદેસર પગલાં લઇ શકાય એવી ખેડૂતોની દલીલ હતી.


રજિસ્ટર્ડ વેપારી હોય તો એની સામે સરેલાઇથી કાયદેસર પગલાં લઇ શકાય એવી ખેડૂતોની દલીલ
આમ ખેડૂતોની છમાંથી બે માગણીના મુદ્દે સરકારે થોડી પીછેહઠ કરવાની તૈયારી દાખવી હતી. જો કે સરકારે નવા કાયદાઓમાં ફેરફાર કરવાની દાખવેલી તૈયારી ખેડૂતોને મંજૂર નહોતી. એ લોકો આ નવા કાયદા પૂરેપૂરા રદ કરવાની માગણી પર અડગ રહ્યા હોય એવી છાપ પડતી હતી.

ખેડૂતોનો વિરોધ પ્રદર્શન કરતા અંદાજીત એક અઠવાડીયાનો સમય વિતી ગયો છે. નોંધનીય છે કે દિલ્હીના સીમાઓ પર કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ અલગ અલગ જગ્યાઓ પર મોટા પ્રમાણમાં પ્રદર્શન થઈ રહ્યા છે. છત્તા કોઈ પણ પ્રદર્શન ધરણા સ્થળ પર કોઈપણ પ્રકારના કોવિડ-19 પરિક્ષણ શિબિર નહોંતી, ઉલ્લેખનીય છે કે તમામ બોર્ડર પર ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને સરકારનો વિરોધ કરી રહ્યા છે, આ પ્રદર્શન દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યુ છે.
READ ALSO
- ભારતીય શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાથી રોકાણકારો સાવધાન રહેજો નહીંતર…
- ગીર સોમનાથ/ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ વધું એક જીવ લીધો, ઝેરી દવા પી આપધાત કર્યો
- અરિંદમ ભટ્ટાચાર્યએ મમતા સરકાર પર લગાવ્યા મોટા આરોપો, હાલમાં જ TMC છોડીને ભાજપમાં થયા છે સામેલ
- ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ ભલે કમલમ ફ્રૂટ કર્યું પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં નહીં ચાલે આ નામ
- ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…