GSTV
India News ટોપ સ્ટોરી

ખેડૂત આંદોલન / દિલ્હીમાં આજે ખેડૂતોની સંસદ, જંતર-મંતર પર પહોંચશે પ્રદર્શનકારી, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

કૃષિ કાયદાના વિરોધમાં જારી ખેડૂતોના આંદોલનનો આજે નવો તબક્કો શરૂ થઇ રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર પર અંદાજે 200 ખેડૂત પ્રદર્શન કરશે, આ ખેડૂતોની સંસદની જેમ હશે. દિલ્હી પોલીસ પાસેથી ખેડૂતોને સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી પ્રદર્શન કરવાની મંજૂરી મળી છે.

ખેડૂતોના પ્રદર્શનને જોતા દિલ્હીની ટિકરી, સિંઘુ, ગાજીપુર બોર્ડર અને જંતર-મંતર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રદર્શન શરૂ થતા પહેલા જ જુદા-જુદા વિસ્તારોમાથી ખેડૂતોનું દિલ્હી પહોંચવાનું શરૂ થયું છે.

‘જ્યા સુધી સંસદ ચાલશે, ત્યા સુધી રહીશુ’

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુરુવારે સવારે ગાજીપુર બોર્ડથી રહવાના થઇ ગયા છે. રાકેશ ટિકૈત મુજબ બસો દ્વારા સૌથી પહેલા સિંધુ બોર્ડ પર જશે. રાકેશ ટિકૈતે જણાવ્યું કે છેલ્લા આઠ મહિનાથી અમારો સંઘર્ષ ચાલી રહ્યો છે. અમે શાંતિપૂર્ણ રીતે સરકાર સમક્ષ અમારા મુદ્દાઓ રાખવા માંગીએ છીએ. ખેડૂત નેતાએ જણાવ્યું કે જ્યાં સુધી સંસદનું સત્ર ચાલશે, ત્યાં સુધી અમે જંતર મંતર ખાતે જ અમારી ખેડૂત સંસદ ચલાવીશું.

ખેડૂત નેતા પ્રેમ સિંહ ભાંગૂએ જણાવ્યું કે અમારુ આગળનું લક્ષ્ય ઉત્તર પ્રદેશ છે. 5 સપ્ટેમ્બરથી તેની શરૂઆત થશે. ત્રણેય કૃષિ કાયદાને પરત લેવા સિવાય કોઇ રસ્તો નથી.

ખેડૂતોના હલ્લાબોલ વચ્ચે દિલ્હીમાં સુરક્ષા કડક

ખેડુતોએ જંતર મંતરમાં આવવાની જાહેરાત કરી દીધી હતી. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસ સાથે ચર્ચાઓ ચાલી રહી હતી, પાછલા દિવસે ડીડીએમએ 200 ખેડૂતોને વિરોધ કરવાની મંજૂરી આપી હતી. આ ખેડુતો 5 બસોમાં જંતરમંતર પહોંચશે, સાંજે 5 વાગ્યા સુધી રોકાશે. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

Read Also

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV