ઉત્તર પ્રદેશના ઉન્નાવના ખેડૂતોમાં જોવા મળતો તંત્ર સામેનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આજે ખેડૂતોએ આગચંપી લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ત્રણ વર્ષથી જમીન અધિગ્રહણની શરત પૂર્ણ કરવા અને તેનુ વળતર ન મળવાથી પરેશાન ખેડૂતો ઉગ્ર પ્રદર્શન કર્યુ. ત્યારે ખેડૂતોએ પાવર સબ સ્ટેશન ખાતે આગ લગાવી. આ ઉપરાંત અન્ય વાહનોને પણ આગ લગાવી દેતા ફાયર ફાઈટરની ટીમ દોડી આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
જમીન અધિગ્રહણ મુદ્દે ખેડૂતો ચાર ગણા વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શનને જોતા મોટી સંખ્યાં પોલીસ દળ તૈનાત છે. ગઈકાલે સવારે જિલ્લાતંત્રના અધિકારીઓ ખેડૂતોની જમીન પર જેસીબી લઈને પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતોનો ગુસ્સો બેવડાઈ ગયો. જેસીબી પર પથ્થરમારો કર્યો. જે બાદ તંત્રએ 12 પોલીસ મથકોથી જવાનો ઉન્નાવ મોકલ્યા. પરંતુ આજે વીજ પાવ ર સબ સ્ટેશનને જ આગ લગાવી દીધી.
READ ALSO
- ભાગ્યદર્પણ- આજે દત્ત જયંતીનું શું છે વિશેષ મહત્ત્વ, અને ગ્રહની પીડા દૂર કરવા શું કરવું જાણો?
- ભરી સભામાં પાકિસ્તાની મંત્રીએ ધમકાવી નાખ્યું પોતાના વિદેશ મંત્રાલયને, કર્યું બહુ અપમાન
- મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા તે દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ
- ખુશખબર! કૉલિંગ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ, બસ ફોનમાં કરી લો આ નાનકડી સેટિંગ
- રણબીર અને આલિયાના લગ્નનું સ્થળ થયું નક્કી, પહેરાવશે ખૂબસૂરત જગ્યા પર એકબીજાને વરમાળા