GSTV
Home » News » ગુજરાતમાં અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં નિયમો નેવે મૂકાતા ખેડૂતો હતાશ

ગુજરાતમાં અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં નિયમો નેવે મૂકાતા ખેડૂતો હતાશ

ગુજરાતમાં અનેક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. પરંતુ તેમાં ચોક્કસ મેન્યુઅલનું પાલન કરવાની જગ્યાએ નિયમો નેવે મૂકી જાહેરાત કરાઇ હોવાથી ખેડૂતો હતાશ છે. આ રીતે થયેલી અછતગ્રસ્ત વિસ્તારોની જાહેરાતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક તાલુકાઓને અન્યાય થયો છે અને ટૂંક સમયમાં આંદોલનો ઉઠે તેવા એંધાણ વરતાઇ રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે આનાવારી, ગામદીઠ વરસાદના આંકડા, વરસાદનું વિસ્તરણ, છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદને ધ્યાનમાં નથી લીધો.

રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાના 10, અમદાવાદના 1, પાટણના 1 અને બનાસકાંઠાના 4 મળી કુલ 16 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જેની અસર 1 ઓક્ટોબર 2018 થી અમલમાં આવી છે. સરકારે કરેલી આ અછતગ્રસ્ત વિસ્તારોની જાહેરાત આવકાર્ય છે પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને આખું ઉત્તર ગુજરાત કે જ્યાં વાવણીનો વરસાદ પણ નથી પડ્યો અને પડ્યો છે તો નહિવત વરસાદ છે અથવા તો ક્યાંક ક્યાંક એકસાથે 10 -12 ઇંચ વરસાદ પડ્યા પછી વરસાદ થયો જ નથી આવી વરસાદની અનિયમિતતાવાળા એવા ઘણા તાલુકાઓ છે એવા વિસ્તારોને પણ અછતગ્રસ્ત જાહેર કરવાની તાતી જરૂરિયાત હતી.

ખેડૂત નેતાઓનો આક્ષેપ છે કે, સરકાર 2019ની ચૂંટણીલક્ષી આ જાહેરાતમાં થોડો રાજકીય લાભ લેવા બીજા જરૂરવાળા ઘણા વિસ્તારોને નુકસાન કરી બેઠી છે. અન્યાય કરી બેઠી છે  બીજું કે સરકારે દુષ્કાળગ્રસ્ત કે અછતગ્રસ્ત વિસ્તારોની જે જાહેરાત કરી છે એ જાહેરાતમાં જ સરકારે અછતગ્રસ્તના મેન્યુઅલ કે નીતિનિયમો નેવે મુક્યા હોય, ચોક્ક્સ નિયત કરેલા કાયદાઓથી ઉપર ઉઠી પોતાની ઈચ્છા મુજબ આ જાહેરાત કરી હોય એવું લાગે છે જેના કેટલાયે કારણો ઉડીને આંખે વળગે તેવા છે.એમાં પહેલી મહત્વની વાત છે છે કે આનાવારી પદ્ધતિ ધ્યાનમાં લેવામાં નથી આવી.

સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના કેટલાયે જિલ્લાઓના ગામો એપ્રિલ 2016 માં અછતગ્રસ્ત કે અર્ધ અછતગ્રસ્ત જાહેર કર્યા હતા અને ત્યારે સરકારશ્રી દ્વારા જે ગામોમાં 8 આના કરતાં નબળું વર્ષ હતું તેવા ગામોને અર્ધ અછતગ્રસ્ત કે અછતગ્રસ્ત જાહેર કર્યા હતા વર્તમાન વર્ષમાં સરકાર  દ્વારા જે 16 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કર્યા છે, તેની આનાવારી ધ્યાનમાં લેવાને બદલે 125 મિલિમિટર કરતા ઓછો વરસાદ જે તાલુકામાં પડ્યો છે તેવા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરવાનું મુખ્યમંત્રીએ કહ્યું છે. મતલબ કે અછતગ્રસ્ત જાહેર કરવામાં ક્યાંય આનાવારીને ધ્યાનમાં નથી લેવામાં આવી સામાન્ય રીતે  આનાવારી મુજબ

0 થી 4 આના વર્ષ એટલે કે દુષ્કાળનું વર્ષ

4 થી 6 આના વર્ષ એટલે કે નબળું વર્ષ

6 થી 8 આના વર્ષ એટલે કે, મધ્યમ વર્ષ

8 થી 12 આના વર્ષ એટલે કે સારૂ વર્ષ

12 થી 16 આના વર્ષ એટલે કે, અતિ સારૂં વર્ષ

આમ, એમનો એક ચોક્કસ કોયડો છે દુષ્કાળ, નબળું, મધ્યમ, સારું, અતિ સારું અને 100% સફળ કે નિષ્ફળ વર્ષની ગણતરી આનાવારી ઉપરથી નક્કી થાય છે જેને અત્યારે સરકારે કરેલી જાહેરાતમાં ક્યાંય આ મુદ્દા ધ્યાનમાં લેવામાં આવ્યા જ નથી

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

અમદાવાદમાં એક હજારથી વધુ ડોક્ટરોએ આ મામલે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!