કૃષિ કાયદાઓના કારણે નારાજ ખેડૂતોને મનાવવા ભાજપ ભારે મહેનત કરી રહી છે. તેના ભાગરૂપે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ‘મેરી પોલિસી, મેરે હાથ’ કાર્યક્રમ શરૂ કરાયો છે. આ કાર્યક્રમ દ્વારા મોદી સરકાર ખેડૂતોને પાક વિમા યોજનાના નામે જે લાભ આપી રહી છે તેનો ભરપૂર પ્રચાર કરવાની યોજના છે. ખેડૂતોને પાક વિમા યોજનાની પોલિસી હાથો હાથ આપીને મોદી ખેડૂતોને ભાજપ તરફ વાળવા માંગે છે.

મધ્ય પ્રદેશથી કાર્યક્રમ શરૂ કરાયો
મધ્ય પ્રદેશમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી છે તેથી મધ્ય પ્રદેશથી કાર્યક્રમ શરૂ કરાયો છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રતિકાત્મક રીતે કાર્યક્રમની શરૂઆત કરાવી પણ હજુ મોદી ભવ્ય રીતે કાર્યક્રમને લોંચ કરે એવી યોજના છે. યુપીની ચૂંટણી પતે પછી ભાજપ ફરી સત્તામાં આવે તો યુપીમાં જ કાર્યક્રમ લોંચ કરાશે.
મોદી વર્ચ્યુઅલી ખેડૂતોને સંબોધે એવું આયોજ
આ કાર્યક્રમમાં મોદી વર્ચ્યુઅલી ખેડૂતોને સંબોધે એવું આયોજન કરાઈ રહ્યું છે. ભાજપ શાસિત રાજ્યોમાં મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ ખેડૂતોને પોલિસી આપશે જ્યારે ભાજપનું શાસન નથી એ રાજ્યોમાં કેન્દ્રીય મંત્રીઓને મોકલીને કાર્યક્રમ કરાવાશે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં