GSTV
Junagadh Trending ગુજરાત

જૂનાગઢ વિસ્તારમાં સારો વરસાદ પરંતુ શ્રમિકો પોતાના વતન ચાલ્યા જતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

કોરોના ને લઈને થતી અસર હજુ પણ દેખાઈ રહી છે જેમાં શ્રમિકો પોતાના વતન ચાલ્યા જતા ખેતીમાં અનેક પારાવાર મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યાં છે ચોમાસાની સિઝનની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ મજૂરો વિના જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે. વાવણી કર્યા બાદ પણ વાવેતર કરેલ બિયારણના ઉપર સારો એવો વરસાદ થઇ જતા હાલ તો ખેડૂતો ખુશખુશાલ છે. પરંતુ હવે ખેડૂતોને ખેતરમાં થતું વધારાના ઘાસને નીંદામણ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. તેના માટે મજૂરોને ખૂબ જ જરૂર પડે છે આ ઉપરાંત પાકનું રક્ષણ કરવા માટે દવાનો પણ છંટકાવ જરૂરી છે. તેમાં પણ મજૂરોની જરૂરિયાત રહે છે. પરંતુ કોરોનાને લઇ કરવામાં આવેલા લોકડાઉન બાદ મોટાભાગના શ્રમિકો પોતાના વતન ચાલ્યા જતાં ખેડૂતોને મજૂરો મળતા નથી. જેથી ખેડૂતને ઉંચી મજૂરી ચૂકવવી પડે છે.

ખેડૂતોના આખા પરિવારને ખેતી કામમાં લાગી જવું પડે છે

ખેડૂતોને મજૂર નહીં મળવાથી સમગ્ર પરિવાર ખેતીના કામમાં જોતરાઈ જતો હોય છે. ખેતમજૂરો દાહોદ, ગોધરા, સંતરામપુરથી દરેક ગામમાં ખેતીકામ કરતા હતા. પરંતુ મજૂરો પોતાના વતન ચાલ્યા જતા ખેડૂતનો સમગ્ર પરિવાર ખેતી કામ કરવું પડે છે. કારણકે રોજબરોજ આવતા વરસાદના કારણે ઘાસ ઉગવાને ગતિ પણ વધી જાય છે વરસાદ પડી જાય તો ખેતરમાં કામ કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે. જેથી ઘરના તમામ કામ પડતા મૂકી ખેડૂતોના આખા પરિવારને ખેતી કામમાં લાગી જવું પડે છે. રૂ. 200 થી 300 વચ્ચે ચાલતી રોજની મજુરી 500એ પહોંચી છે અને 500 રૂપિયા દેતા પણ મજૂરો નથી મળતા ત્યારે ખેડૂતો માટે સારો વરસાદ તો થયો છે. પરંતુ મજૂરોને લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

READ ALSO

Related posts

છોટાઉદેપુર / આદિવાસીઓ અંગે કેન્દ્રીય મંત્રીએ મંચ પરથી આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું છે બાબત

Hemal Vegda

શાહરૂખ ખાનને રાહત : વર્ષ 2017 વડોદરા નાસભાગ કેસમાં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો

Hemal Vegda

5 રાશિઓના લોકો માટે ખૂબ જ લકી છે નવરાત્રિ, કુંભ સહિત આ રાશિના જાતકોનું નસીબ ચમકી જશે

HARSHAD PATEL
GSTV