Last Updated on April 8, 2021 by pratik shah
સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે આ ઘાતક કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે, ઇફકોએ ખાતરના ભાવમાં કમરતોડ વધારો કર્યો છે. ડીએપી ખાતરની બેગ પર રૂા.૭૦૦ સુધી ભાવ વધ્યાં છે જ્યારે એએસપી ખાતરમાં રૂા.૩૭૫નો ભાવ વધારો થયો છે. એનપીકે ખાતરમાં ભાવ વધારો થતાં ખેડૂતો પર મોઘવારીનો માર પડયો છે.હવે ખેડૂતો માટે ખેતી કરવી ય મોંઘુ બન્યુ છે.
ખેડૂતો માટે ખેતી કરવી ય મોંઘુ બન્યુ

ખેડૂતો પર મોઘવારીનો માર પડયો
એક બાજુ, ખેડૂતો વિજળી,પાણી સહિત અનેક સમસ્યાથી પિડીત છે.કોરોનાના કેર વચ્ચે ખેત મજૂરોની ખેંચ વર્તાઇ રહી છે. આ ઉપરાંત ખેતપેદાશોના પુરતા પોષણક્ષમ ભાવો મળતા નથી ત્યાં ખાતરના ભાવમાં કમરતોડ વધારો થયો છે.

ખાતરના ભાવમાં કમરતોડ વધારો કર્યો
ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ડીએસી ખાતરની એક બેગનો ભાવ રૂા.૧૨૦૦થી વધીને હવે રૂા.૧૯૦૦ થયો છે. આ જ પ્રમાણે એએસપી ખાતરની એક બેગનો ભાવ રૂૉ.૯૭૫થી વધીને રૂા.૧૩૫૦ થયો છે. એનપીકે ૧૨ઃ૩૨ઃ૧૬ ખાતરની બેગનો ભાવ રૂા.૧૧૮૫થી વધીને હવે રૂા.૧૮૦૦ થયાં છે એટલે બેગ દીઠ રૂા.૬૨૫નો વધારો થયો છે. આ જ પ્રમાણે, એનપીકે ૧૨ઃ૩૨ઃ૨૬ ખાતરની બેગનો ભાવ રૂા.૧૧૭૫થી વધીને રૂા.૧૭૭૫ થયા છે. આ ખાતરની બેગ દીઠ રૂા.૬૦૦નોવધારો નોંધાયો છે.એએસપી ખાતરના ભાવ રૂા.૯૭૫થી વધીને રૂા.૧૩૫૦ થયાં છે. આમ, ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતો પર પડયા પર પાટુ જેવી દશા થઇ છે. કોરોનાના કેર વચ્ચે ખેડૂતોને આર્થિક મુસિબત ઉભી થઇ છે.

કોરોનાના કેર વચ્ચે ખેડૂતોને આર્થિક મુસિબત ઉભી થઇ

ગુજરાત કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે જ ખાતરનો ભાવવધારો કરી દેવાયો હતો પણ ખુદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ આ વાતને નકારીને ખેડૂતોને અંધારામાં રાખ્યા હતાં. તા.૧લી એપ્રિલથી ખાતરના ભાવવધારો અમલ કરી દેવાયો છે તેમ છતાંય ગુજરાતમાં ઇફકોએ તા.૬ એપ્રિલે પત્ર જાહેર કર્યો છે. આમ,ે ખાતરના ભાવ વધારો થતાં ખેડૂતોના ખિસ્સા પર આર્થિક ભાર વધ્યો છે.
READ ALSO
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
