GSTV
Home » News » ખેડૂતે પોતાનાં પાલતુ શ્વાનનાં શરીર પર પેંન્ટ કરીને બનાવ્યો “TIGER”, કારણ જાણશો તો….

ખેડૂતે પોતાનાં પાલતુ શ્વાનનાં શરીર પર પેંન્ટ કરીને બનાવ્યો “TIGER”, કારણ જાણશો તો….

કર્ણાટકનાં એક ખેડૂતે પોતાનાં પાકને વાંદરાઓથી બચાવવા માટે એક અનોખી ટ્રીક નિકાળી છે. શિવમોગા જિલ્લાનાં ખેડૂત શ્રીકાંત ગૌડાએ પોતાની કોફી અને સોપારીનાં પાકને બચાવવા માટે પોતનાં પાલતું શ્વાનને રંગ કરીને વાઘમાં બદલી નાખ્યો છે. ગૌડાએ પોતાનાં પાલતું લેબ્રાડોર શ્વાનને એવી રીતે પેન્ટ કર્યો છે કે તે એકદમ વાઘ જેવો દેખાય.

તિર્થ હલ્લી તાલ્લકામાં સ્થિત નલ્લૂર ગામનાં ખેડૂત શ્રીકંત ગૌડાએ આ બાબતે જણાવ્યું કે આ પહેલા તેમણે વાઘ જેવા સોફ્ટ ટોયઝનો પણ વપરાશ કર્યો હતો પરંતુ તેની અસર પણ નહોતી થઈ તેમણે વાઘ જેવાં લાગતા તમામ રમકડા પણ મંગાવ્યા હતા

પરંતુ થોડાક દિવસો પછી તેમનાં કલર હલ્કો પડવા લાગ્યો એટલેકે રંગ ઉતરવા લાગ્યો હતો ત્યાર પછી વાંદરાઓ પાકને નુકશાન પહોંચાડવા ફરીથી આવવા લાગ્યા હતા. ત્યાર પછી છેલ્લે મેં પોતાનાં બલબુલ(શ્વાન)ને હેર ડાઈ વડે વાઘની જેમ કલર કર્યો હતો.

શ્રીકાંત જ્યારે પોતાનાં શ્વાને દરરોજ સવારે અને સાંજે ખેતરમાં લઈ જાય છે. ત્યારે શ્વાનને ટાઈગર સમજીને વાંદરાઓ ખેતરમાંથી ભાગી જાય છે હવે વાંદરાઓ મારા પાકથી દૂર રહે છે. અને મારા પાકને નુકશાન નથી પહોંચાડતા. ગૌડાની દિકરી એ જણાવ્યું કે વાંદરાઓને ડરાવવા માટે આ આડિયા સફળ થવાથી ગામમાં અન્ય ખેડૂતો પણ આ જ કાર્ય કરી રહ્યા છે.

READ ALSO

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!