GSTV

ખેડૂતોએ ઉગાડી 17 કિલો વજનની કોબી, કૃષિ વૈજ્ઞાનિક પણ ચોંકી ઉઠ્યા

હિમાચલ પ્રદેશના ખેડૂત સુનિલ ઠાકુરે પ્રયોગ કરીને એક કોબીનું 17.230 કિલોગ્રામ વજન સાથે કોબીનું ઉત્પાદન લીધું છે. કૃષિ યુનિવર્સિટી અને દેશના કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કર્યા છે. સુનીલ ઠાકુરના પિતા હિમાલે કહ્યું કે તૈયારી કરવામાં 38 દિવસનો સમય લાગ્યો હતો. 97 દિવસ પછી 17 કિલોથી વધુ વજનવાળા કોબી તૈયાર છે. સુનીલે તૈયાર કરેલો 17 કિલોનો કોબી આજકાલ આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય છે. લોકો ખેડૂતના ઘરે કોબી જોવા આવે છે. 150થી 200 લોકો માટે એક ટંકના ભોજનમાં ખાઈ શકાય એટલું શાક બની શકે છે.

સુનિલ ઠાકુરે કહ્યું કે સંપૂર્ણ રીતે કુદરતી ખેતી કરીને આ પ્રયોગ કર્યો છે. ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કર્યો છે, જેનાથી તેમના પરિવારને વધુ વજનવાળા કોબી તૈયાર કરવામાં મદદ મળી છે. તેમણે કહ્યું કે શરૂઆતથી જ તેમના પરિવારે ઓર્ગેનિક ખેતી પર ધ્યાન આપ્યું છે. પરિણામે રેકોર્ડ વજનનો કોબી તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે તમામ ખેડુતોને કુદરતી ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. કહ્યું કે કુદરતી ખેતી સાથે આપણે ઓછા ખર્ચમાં આપણી ઉપજ બમણી કરી શકીએ છીએ.

Related posts

ભાજપનું નામ લીધા વગર ચિરાગ પાસવાને કહ્યું, કોઈ સ્ટાર પ્રચારક વગર વિધાનસભાની ચૂંટણીમાં અમે વોટ શેર વધાર્યો

Nilesh Jethva

NEET 2020 Counseling: બીજા તબક્કામાં કાઉંસલિંગના પરિણામ થયા જાહેર, આ તારીખે થશે નિમણૂંક

Pravin Makwana

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી : વિવાદિત નિવેદન મામલે અકબરૂદ્દીન ઓવૈસી અને ભાજપના નેતા સામે નોંધાઈ ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!