GSTV

ઓ બાપલા શું કરીએ…સરકારની રાહ જોઈ જોઈને થાક્યા અને ખર્ચ પણ માથે પડ્યો, ખેડૂતે ભારે હ્દયે 30 વીઘામાં સગળાવી દીધી મગફળી

જૂનાગઢ માળીયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે ખેડુતે પોતાનો ત્રીસ વીઘા મગફળીના પાકને સળગાવ્યો હતો.વધારે વરસાદથી વાવેતર કરેલો મગફળીનો પાક સડી જવાથી ખેડુતે પાકને સળગાવ્યો હતો. માળીયા હાટીના તાલુકામાં ભારે વરસાદથી તારાજી સર્જાઇ છે.

ખેડુતોએ મહામહેનતે પાક ઉછેરીને તૈયાર કર્યો હતો. પરંતુ અતિવૃષ્ટિના કારણે તમામ પાકો ફેઇલ થયા છે.જેના કારણે ખેડૂતો પાયમાલ થવાના આરે છે.જેથી ખેડૂતે પોતાનો પાક સળગાવી દીધો હતો. જૂનાગઢ જિલ્લામાં કુલ વાવેતરના 80% વિસ્તારમાં મગફળીનુ વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 100%થી વધુ વરસાદ થતા મગફળી અને કપાસ નો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને બિયારણ, દવા, મજૂરી પણ માથે પડી છે.

પોતાના પાકને સળગાવનાર ખેડૂતે કહ્યું હતું કે ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો છે. છેલ્લા અઠવાડિયામાં તડકો નીકળતાં મગફળી કાઢી હતી પણ પાથરામાં મગફળીના બીયા નીકળ્યા ના હતા. તેથી મેં મગફળીના પાથરા સળગાવી દીધા છે.ખેડૂતે કહ્યું હતું કે મને 7 થી 8 લાખ રૂપિયાનુ નુકશાન થયું છે. હવે સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતાં ખેડૂત યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી છે. સાયલા તાલુકાના ઢેઢુકી ગામના પ્રતાપભાઈ વેગડ નામના 35 વર્ષના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા ‌કરતા મોત નિપજ્યું છે. અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ચર્ચા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ખેડૂતના મોતથી પરીવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ, જમીન માફીયા વિરુદ્ધ ગાળ્યો કસાયો

pratik shah

ગોધરા/ સાતપુલ રોડ ઉપરથી 16 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા

pratik shah

વડોદરા/ દુમાડ ચોકડી પાસે ફાયરિંગનો વિડીયો આવ્યો સામે, 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો થયા હતા ઈજાગ્રસ્ત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!