GSTV

વીજકનેશન માટે 25 મહિનાથી ધક્કા ખાતા ખેડૂતને જોડાણ તો ન મળ્યું પણ તંત્રે બિલ ફટકારી દીધું

ગુજરાતમાં ખેડૂતોએ સરકારીતંત્રની લાલીયાવાડીના કારણે કેવી કેવી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેનો એક દાખલો અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના કાણીયેલ ગામે સામે આવ્યો છે. ખેતરમાં પાણીના બોરનું વીજ જોડાણ મેળવવા માટેની અરજી કર્યાને ૨૫ મહિના થયા તેમજ એગ્રીમેન્ટના પૈસા જમાવ્યા કરાવ્યાને ૧૧ મહિના બાદ પણ હજુ સુધી વીજ જોડાણ મળ્યું નથી. તેમાંય નવાઇની વાત તો એ છેકે વીજ ડી.પી. કે વીજ જોડાણ આપ્યા પહેલા તો તે ખેડૂતના નામે ૧,૦૯૦ રૂપિયાનું વીજ બીલ પણ મોકલી દેવામાં આવ્યું છે!

૧૧ મહિના પહેલા તે પેટેની ભરવાની થતી પુરેપુરી રકમ પણ ભરી દીધી હતી

આ અંગે ખેડૂત અરજદારના કાકા મહોબત્તસિંહ ઝાલાના જણાવ્યા મુજબ તેઓએ કાણીયેલ ગામે રહેતા રણછોડભાઇ બબાભાઇ ઝાલાના નામે ગત તા.૪-૬-૨૦૧૮ના રોજ બોરના વીજ કનેક્શન માટે ૨૦૦ રૂપિયા ભરીને અરજી કરી હતી. ત્યાર બાદ તા.૧૧-૯-૨૦૧૯ના રોજ એગ્રીમેન્ટ પેટે ૧૫,૧૨૮ રૂપિયા જમા કરાવ્યા હતા. એટલેકે ખેતરમાં પાણીના બોરનું વીજ કનેક્શન મેળવવા માટે ૨૫ મહિના પહેલા અરજી કરી હતી અને ૧૧ મહિના પહેલા તે પેટેની ભરવાની થતી પુરેપુરી રકમ પણ ભરી દીધી હતી. તેમ છતાંય મધ્ય ગુજરાત વીજ કંપનીની લાલીયાવાડી કે તેઓએ વારંવારની રજૂઆત બાદ પણ હજુ સુધી આ ખેડૂતને વીજ જોડાણ મળ્યું નથી. ગત તા. ૧ ઓગષ્ટના રોજ ખેતરમાં વીજ કર્મીઓ વીજ ડીપી નાંખી ગયા હોવાનું ખેડૂતનું કહેવું છે.ં જોકે વીજ જોડાણ કે મીટર આપ્યું જ નથી.

બોર બનાવ્યા બાદ ૯૦ દિવસમાં વીજ કનેક્શન આપવું

સરકારના પરિપત્ર મુજબ બોર બનાવ્યા બાદ ૯૦ દિવસમાં વીજ કનેક્શન આપવું તેમ છતાંય તેનું આ કેસમાં પાલન કરાયું નથી. ખેડૂતના જણાવ્યા મુજબ તા. ગત તા. ૩૦ જુલાઇ સુધી ફક્ત વીજ થાંભલા ઉભા કર્યા હતા. ડીપી કે વીજ કનેક્શન આપ્યું ન હોવા છતાંય વીજ કંપનીએ તેમને ફિક્સ ચાર્જ પેટે ૬૦૦ રૂપિયા અને પાછલી બાકી રકમ પેટે ૪૯૦ મળીને કુલ ૧,૦૯૦નું વીજબીલ આપી દીધું હતું.

વીજ જોડાણ આપ્યું નથી તે પહેલા વીજ બીલ કઇ રીતે આપી દેવાયું

આ અંગે ખેડૂતના જણાવ્યા મુજબ વીજ જોડાણ આપ્યું નથી તે પહેલા વીજ બીલ કઇ રીતે આપી દેવાયું. આ મામલે ખેડૂતે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે. સરકારી વીજ કંપનીઓ દ્વારા જર્કના નિયમોનું પુરેપુરૂ પાલન થતું ન હોવાથી ખેડૂતોએ શોષાવાનો વારો આવી રહ્યો છે.

READ ALSO

Related posts

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah

Income Tax પેયર્સ માટે રાહતના સમાચાર: ITR ભરવાની ડેડલાઈન વધી, હવે 30 નવેમ્બર સુધી કરી શકશો ફાઈલ

Mansi Patel

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!