GSTV

દુ:ખદ/ દેશના આ રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં 65 ખેડૂતોએ કરી આત્મહત્યા, આંકડા સામે આવતા મચ્યો ખળભળાટ- સરકારના દાવા પોકળ

કેન્દ્ર સરકાર કૃષિ સાથે સંકળાયેલા ત્રણ બિલ લાવી હતી જેને સંસદ બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે તે કાયદો બનીને અમલમાં આવી ગયો છે. જ્યારે ખેડૂતો દ્વારા હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ નવા કૃષિ કાયદાના હોબાળા વચ્ચે પંજાબમાં 65 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડા ખેડૂતોના સંગઠનો દ્વારા જાહેર કરાયા છે. બીજી તરફ પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે અને હવે રાષ્ટ્રવ્યાપી આંદોલનો વધારવાની ચીમકી આપી છે.

રાષ્ટ્રવ્યાપી આંદોલનો વધારવાની ચીમકી આપી

નવા કૃષિ કાયદાના હોબાળા વચ્ચે પંજાબમાં 65 ખેડૂતોએ આત્મહત્યા કરી

સરકાર દાવા કરી રહી છે કે ખેડૂતોના ડાંગરના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ ગઇ છે, જ્યારે બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે કૃષિ કાયદો બન્યાના બીજા જ દિવસે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને પોતાના પાકને વેચવા જતા અટકાવવામા આવ્યા હોવાની ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના ખેડૂતો હરિયાણામાં પોતાનો પાક વેચવા જઇ રહ્યા હતા. જોકે તેમને બન્ને રાજ્યોની બોર્ડર પર જ પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા.

સંગઠનોએ આર્થિક સ્થિતિને કારણે થયેલી આત્મહત્યાના આંકડા જાહેર કર્યા

હરિયાણામાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઇ રહી છે પણ ઉ. પ્રદેશ સરકાર નથી ખરીદી રહી તેથી ખેડૂતો તેને વેચવા માટે હરિયાણા જઇ રહ્યા હતા. પણ તેમને અટકાવી દેવાયા હતા. હરિયાણા સરકારે કહ્યું છે કે ખેડૂતોએ પોતાનો પાક વેચવા માટે સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને જ્યાં સુધી વારો ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. જ્યારે કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે ટેકાના ભાવે હાલ ખરીદી ચાલી રહી છે.  દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા ધરમિંદર પીશોરે જણાવ્યું હતું કે પંજાબમાં 24મી જુનથી એક સપ્ટેમ્બર સુધીમાં 65 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. ગત વર્ષે આખા વર્ષનો આંકડો 501 હતો. સરકાર જૂન મહિનામાં જ કૃષી સાથે સંકળાયેલા કાયદાના ત્રણ વટહુકમ લાવી હતી, અને તેનો અમલ કરી દીધો હતો.

24મીએ શરૂ થયેલું રેલ રોકો આંદોલન મંગળવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું

બીજી તરફ આ વટહુકમના અમલથી લઇને આ મહિને પહેલી તારીખ સુધીમાં 65 ખેડૂતોએ પંજાબમાં આત્મહત્યા કરી લીધી છે. પંજાબમાં 24મીએ શરૂ થયેલું રેલ રોકો આંદોલન મંગળવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે અને ખેડૂતો એક સપ્તાહથી રાજ્યના વિવિધ મોટા શહેરો અને ટાઉનના રેલવે પાટા પર બેસી રહ્યા છે. કિસાન મઝદૂર સંઘર્ષ કમિટીના જનરલ સેક્રેટરીએ જાહેરાત કરી હતી કે પહેલી ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી આંદોલનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.

કૃષિ કાયદાથી કાળા નાણાં પર કાબુ આવશે, વિરોધીઓ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલોનો વિરોધ કરનારાઓને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે પણ રાજકીય પક્ષો કે વિરોધીઓ ખેડૂતો માટેના કાયદાનો વિરોધ કરી રહ્યા છે તે વાસ્તવમાં ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે.  ઉત્તરાખંડમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ઓનલાઇન ઉદઘાટન કર્યા બાદ મોદીએ પોતાના ભાષણમાં કૃષિ બિલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ કૃષિ બિલો ખેડૂતોના ફાયદા માટે છે અને તેનાથી કોઇ જ નુકસાન નહીં થાય. દિલ્હીમાં ઇંડિયા ગેટ પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટ્રેક્ટર સળગાવી બિલોનો વિરોધ કર્યો હતો.

નવા કૃષિ કાયદાથી કાળા નાણાનો પણ નાશ થવાનો

જેનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે ખેડૂતો માટે આશિર્વાદ સમાન કૃષિ સાધનો (ટ્રેક્ટર વગેરે)ને સળગાવીને તેઓ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે. જે પણ લોકો કૃષિ બિલોનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. નવા કૃષિ કાયદાથી કાળા નાણાનો પણ નાશ થવાનો છે જે કેટલાક લોકોથી સહન નથી થઇ રહ્યું.

READ ALSO

Related posts

સેક્સ ગુરુના નામે ધનાઢ્ય યુવતીઓને સેક્સ સ્લેવ બનાવનારને 120 વર્ષની સજા, 20 મહિલા સાથે ગ્રૂપ સેક્સ માણતો

Bansari

ટેરર ફંડિંગઃ કશ્મીર અને દિલ્હીમાં NIAની ટીમના દરોડા, સતત બીજા દિવસે કાર્યવાહીથી ફફડાટ

Mansi Patel

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!