GSTV
Gujarat Government Advertisement

જગતના તાતે કોરોનાની આફતને અવસરમાં બદલી ,ખેડૂતે આ ફળનો ઓન લાઈન વ્યવસાય વિકસાવ્યો

Last Updated on August 12, 2020 by pratik shah

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે રાજધાની દિલ્હીના હાપુર જિલ્લાના દટ્ટીના ગામના રહેવાસી ખેડૂત રજનીશ ત્યાગીએ કોરોના કટોકટીમાં કેળાની ખેતી અને નર્સરીનો ઓનલાઇન વ્યવસાય શરૂ કર્યો છે. ખેડુતોને તાલીમ આપી સફળ થવાનો મંત્ર આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નર્સરીમાં લગભગ અઢી લાખ જેટલા છોડ તૈયાર કરાયા હતા.

કેળાના પાકનો પ્રારંભ જુલાઈમાં થાય છે

કેળાના પાકનો પ્રારંભ જુલાઈમાં થાય છે પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ મહિનાથી તેના ખેતરમાં કેળાના રોપાઓ બનાવતા હતા. ત્યાગી અગાઉ શેરડીની ખેતી કરતા ત્યારે મર્યાદિત આવક હતી. કૃષિ નિષ્ણાંતોની સલાહથી કેળાની ખેતી શરૂ કરી હતી. પહેલા પાંચ વિઘા જમીનમાં કેળાનો પાક લેવાનું શરૂ કર્યું હતું. પહેલા જ સિઝનમાં 50 હજારના કેળા વેચાયા હતા. પછી 60 વીઘા જમીનમાં કેળાની ખેતી શરૂ કરી. બંને પુત્રોએ તેને મદદ કરી હતી.

કૃષિ નિષ્ણાંતોની સલાહથી કેળાની ખેતી શરૂ કરી

ઉલ્લેખનીય છે કે આ છોડને વેચવા માટે તે સોશિયલ મીડિયા પર ખેડૂતોના જૂથમાં કામ કરવા લાગ્યા હતા. પુત્રો દેવાંશ અને વેદાંશ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓએ રજનીશ ત્યાગીના નામે એક ફેસબુક પેજ બનાવ્યું હતું. જેમાં કૃષિ સંબંધિત વેબસાઇટ્સ, યુટ્યુબ ચેનલ પર તેની નર્સરી અને ખેતીની વિડિઓઝ અપલોડ કરી હતી.

કૃષિ સંબંધિત વેબસાઇટ્સ, યુટ્યુબ ચેનલ પર તેની નર્સરી અને ખેતીની વિડિઓઝ અપલોડ કરી.

ઓનલાઇન છોડ વેચવાનું શરૂ કર્યું હતું. બાગપત, મુરાદાબાદ, બરેલી અને અમરોહાના ખેડુતો અહીં વાવેતર અને કેળાની ખેતીની માહિતી મેળવવા માટે આવી રહ્યા છે. ખેડૂત હંમેશાં હવામાન અને પ્રકૃતિની તબાહી થતી હોય તેવા સમયમાં પણ પાકને બચાવી લેવાનો માર્ગ શોધવાની તેની પાસે કુદરતી બક્ષિશ હોય છે. છોડ ઉગાડવાના માર્ગો શોધે છે. ખેડૂતોને ખરાબ સમયમાં સંઘર્ષ કરવાની કળા વારસામાં મળી છે. કોરોનાના કપરા સમયમાં તેણે કેળાનો વ્યવસાય વિકસાવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!