GSTV
Home » News » લોન ન મળવાથી પરેશાન ખેડૂતે લીધો કિડની વેચવાનો નિર્ણય, સોશિયલ મીડિયા પર આપી જાહેરાત

લોન ન મળવાથી પરેશાન ખેડૂતે લીધો કિડની વેચવાનો નિર્ણય, સોશિયલ મીડિયા પર આપી જાહેરાત

બેંક અને શાહૂકારોના લોનથી પરેશાન ખેડૂત પોતાનું અંગ વેચવા માટે મજબૂર બન્યો છે. આગરા જીલ્લામાં એક એવો જ મામલો સામે આવ્યો છે. અહીં એક ખેડૂતે પોતાની કિડની વેચવાનો નિર્ણય કર્યો છે. જોકે તે ગેરકાયદેસર છે. શનિવારે આ મામલો પ્રશાસનની સામે આવ્યો તો હડકંપ મચી ગયો હતો.

ફતેહાબાદ તાલુકાના ઘાગપુરા ગામના ખેડૂત ગીતમ સિંહનો સોશિયલ મીડિયા પર સંદેશ વાયરલ થયો છે. જેમાં તેણે ગેરકાયદેસર રજુઆત કરી છે. ગીતમ સતત ત્રણ વર્ષથી ખેતીમાં નુકસાન જવાને કારણે સાહૂકારો અને બેંકના દેવા નીચે દબાઈ ગયો છે. તેનાંથી છુટવા માટે તે પોતાની કિડની વેચવા માંગે છે.

ગીતમ પાસે બે વીઘા જમીન છે. તેઓ પોતાના પર 20 લાખથી વધુનુ દેવું ગણાવે છે. તેમના મુજબ તેઓ આ દેવાને ચૂકવવામાં પડી રહેલાં દબાણને વશ પોતાની કિડની વેચવા માટે મજબૂર થયા છે. આ અંગેની માહિતી મળ્યા બાદ એસડીએમએ ગીતામને બોલાવીને કાયદાકીય પરિસ્થિતિઓને સમજાવી હતી.

READ ALSO

Related posts

હવે રાજ્યસભા પ્રિયંકા ગાધી, પણ કોંગ્રેસનો આ નિર્ણય તેને લોકસભામાં મોંઘો પડી જવાનો છે

Mayur

કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે મોદીના આશીર્વચન માગ્યા

Mayur

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!