GSTV
Ajab Gajab Trending

ગજબ! ખેડૂતે બાઇકને બનાવી દીધું ‘ટ્રેક્ટર’, આ દેશી જુગાડ પર ફિદા થઇ ગયા સોશિયલ મીડિયા યુઝર્સ

બાઇક

ઇન્ટરનેટ પર ઢગલાબંધ એવા દેશી જુગાડ વાળા વીડિયો જોવા મળે છે, જેને જોયા બાદ લોકો દંગ રહી જાય છે. ખેતરમાં એવા ઘણા કામ હોય છે, જેને ઓછા સમયમાં કરવુ શક્ય નથી હોતુ. આજકાલ ખેડૂતો દેશી જુગાડનો જ સહારો લેવાનું પસંદ કરે છે. અવારનવાર ખેતરોમાંથી આવા વીડિયો સામે આવતા રહે છે, જેને જોયા બાદ લોકો ખરેખર વિચારતા થઇ જાય છે. આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ લોકોના દિમાગની બત્તી ગુલ થઇ ગઇ છે.

બાઇક

ટ્રોલીને ખેતરમાં લઇ જવા માટે લગાવ્યો દેશી જુગાડ

જી હા, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે એક બાઇકની મદદથી ટ્રોલીને ખેતરમાં લઇ જવા માટે દેશી જુગાડનો સહારો લીધો છે. દેશી જુગાડના સહારે બાઇકને ટ્રેક્ટરની જેમ બનાવવામાં આવી છે, જેમાં બાઇકની પાછળના વ્હીલ પાસે ટ્રોલીને જોડવા માટે લૉક લગાવવામાં આવ્યું છે. ટ્રોલીને બાઇક સાથે જોડીને બિલકુલ ટ્રેક્ટર જેવુ બનાવવામાં આવ્યું છે. ખેતરમાં ટ્રોલી ખેંચવા માટે બાઇકને સૌથી સારુ માનવામાં આવે છે.

જુઓ Video-

બાઇકની મદદથી કંઇક આ રીતે બનાવ્યું ટ્રેક્ટર

વીડિયોમાં ટ્રોલીને બાઇક સાથે બાંધવામાં આવી છે અને ટ્રોલીમાં ખેતરમાં લાગતા જરૂરી સામાનને ફટાફટ લઇ જઇ શકાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર જુગાડ લાઇફ હેક નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો જેવો અપલોડ કરવામાં આવ્યો, તેને લોકોએ ખૂબ જ લાઇક કર્યો છે. આ વીડિયોને શેર કરતાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘જુગાડ બાઇક ટ્રોલી’. આ વીડિયો પર અન્ય યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Read Also

Related posts

Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી

Siddhi Sheth

એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?

Padma Patel

પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ

Siddhi Sheth
GSTV