કર્ણાટકના તુમકુરનો એક ખેડૂત પોતાના મિત્રો સાથે કારના શોરૂમ પહોંચ્યો હતો. એ પોતાના માટે ડ્રીમ કાર ખરીદવા પહોંચ્યો હતો. પરંતુ તેના કપડા જોઈને સેલ્સમેને તેને અપમાનીત કરીને ભગાડી દીધો હતો. બસ એ પછી ખેડૂતે જે કર્યુ તે જાણીને સૌ કોઈ હેરાન થઈ ગયા.

મળતી માહિતી મુજબ આ ઘટના ચિપાગોન્ડા આરએલ નામના ખેડૂતની છે. જ્યારે એ પોતાના મિત્ર સાથે મહિન્દ્રાના શોરૂમમાં SUV ખરીદવા ગયો હતો. કેમ્પેગોડા સુપારીના ખેડૂત છે. તેણે આરોપ લગાવ્યો છે કે જ્યારે તે ગાડી ખરીદવા ગયો અને સેલ્સમેનને ગાડીનો ભાવ પુછ્યો, તો તેણે વેશભૂષા જોઈ મારી મઝાક ઉડાવી હતી.
કેમ્પેગોડાએ જણાવ્યુ કે સેલ્સમેને તેને ત્યાં સુધી કહ્યુ કે, એની પાસે ગાડી ખરીદવાના 10 લાખ તો શું 10 રૂપિયા પણ નહિ હોય. ત્યારબાદ સેલ્સમેને તેને કહ્યુ કે જો તે 10 લાખ રૂપિયા કેસ લઈ આવે તો, આજે જ તે ગાડીની ડિલેવરી કરી આપશે.
30 મિનીટમાં ખેડૂત 10 લાખ લઈને આવ્યો
બસ પછી તો સેલ્સમેન ત્યાંથી નીકળ્યો અને થોડા જ સમયમાં 10 લાખ લઈને શોરૂમ પહોંચી ગયો. પણ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સેલ્સ ટીમે કહ્યુ કે, ગાડીની ડિલેવરી 2-3 દિવસ પછી મળશે.

આ ઘટના ગયા શુક્રવારની છે. ત્યારે તેઓ ગાડીની ડિલેવરી ના કરી શક્યા. ત્યારબાદ શનિ-રવિ રજાનું બહાનુ કાઢતા કેમ્પેગોડા એ રોષ વ્યક્ત કર્યો અને પોલિસને બોલાવી શોરૂમ પર જ બેસી રહેવાની જીદ્દ કરી.
કેમ્પેગોડા એ શોરૂમ આગળ ધરણા પર બેસવાની પણ ચેતવણી આપી હતી. જોકે પોલિસના સમજાવા અને સેલ્સમેનની માફી માંગવાથી સમગ્ર મામલો થાળે પડી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયા પર ધુમ મચાવી રહ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં
- Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ