GSTV

ખેડૂત બિલ : મોદી સરકાર સામે એક સાથે 18 પાર્ટીઓએ છેલ્લો દરવાજા ખખડાવ્યો

આઠ સાંસદોને સસ્પેન્ડ કરવાના તેમજ ખેડૂતો સાથે સંકળાયેલા ત્રણ બિલના વિરોધમાં વિપક્ષે સંસદની બહિષ્કાર કર્યો હતો. જોકે આ સ્થિતિ વચ્ચે પણ સરકારે રાજ્યસભામાં ૧૫ બિલને પસાર કરી દીધા છે. પ્રાપ્ત આંકડા અનુસાર સાત બિલને રાજ્યસભામાં ૨૨મીએ અને આઠને ૨૩મી તારીખે પસાર કરી દેવાયા હતા. બીજી તરફ વિપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતો સાથે સંકળાયેલા ત્રણ બિલો પર સહી ન કરે અને તેને માન્યતા ન આપે.

વિપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતો સાથે સંકળાયેલા ત્રણ બિલો પર સહી ન કરે અને તેને માન્યતા ન આપે

દેશના મોટા ૧૮ પક્ષોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે બેઠક યોજી હતી, આ બેઠકમાં પક્ષોના પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે તેઓ ખેડૂતો સાથે સંકળાયેલા ત્રણ બિલો પર સહી ન કરે કેમ કે આ બિલને સંસદમાં ગેરબંધારણીય રીતે પસાર કરી દેવામાં આવ્યા છે. રાજ્યસભાના નેતા ગુલામ નબી આઝાદે ૧૮ પક્ષોના પ્રતિનિધિઓ વતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કહ્યું છે કે જ્યારે બંધારણીય પ્રક્રિયાને અનુસરીને આ બિલોને સંસદમાં પસાર કરવામાં આવે ત્યારે જ તેના પર સહી કરવી જોઇએ.

૧૮ પક્ષોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે બેઠક યોજી હતી

આઝાદે રાષ્ટ્રપતિને જાણકારી આપી હતી કે વિપક્ષના સાંસદોએ પાંચ ઠરાવ મોકલ્યા હતા જેમાંથી એક પણ પર ચર્ચા વિચારણા ન કરવામાં આવી ને સરકારે ખેડૂતો સાથે સંકળાયેલા બિલોને પસાર કરી દીધા છે. રાષ્ટ્રપતિ સાથે બેઠક બાદ આઝાદે મીડિયાને કહ્યું હતું કે અમને યોગ્ય પગલા લેવાની રાષ્ટ્રપતિએ ખાતરી આપી છે. જે પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષ સીપીઆઇ-એમ, સીપીઆઇ,ટીએમસી, એનસીપી, સમાજવાદી પાર્ટી, શિવસેના, આરજેડી, ડીએમકે, ટીઆરએસ, આપ, આઇયુએમએલ, કેરળ કોંગ્રેસ(એમ) અને લોકતંત્ર જનતાદળનો સમાવેશ થાય છે. દરમિયાન વિપક્ષે સંસદનો બહિષ્કાર કર્યો હોવાથી લોકસભાને નિશ્ચિત સમય કરતા આઠ દિવસ વહેલા સ્થગિત કરી દેવામાં આવી છે અને ચોમાસુ સત્રને અહીં પુરુ કરી દેવામાં આવ્યું છે. સવારે લોકસભા અને બપોર બાદ રાજ્યસભાને પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે શિયાળુ સત્રમાં સંસદમાં ફરી હોબાળો મચે તેવી શક્યતાઓ છે.

વિરોધ વચ્ચે ત્રણ મજૂર કોડ બિલો પણ પસાર કરાયા

આ પહેલા સંસદમાં બે જ દિવસમાં જે ૧૫ બિલને પસાર કરી દેવામાં આવ્યા છે તેમાં વિવાદિત ત્રણ લેબર (શ્રમ) કોડ બિલોનો પણ સમાવેશ થાય છે. આ ત્રણ બિલોમાં સોશિયલ સિક્યોરિટી કોડ ૨૦૨૦, કોડ ઓન ઓક્યુપેશનલ સેેફ્ટી, હેલ્થ એંડ વર્કિંગ કંડીશંસ કોડ અને ઇંડસ્ટ્રિયલ રિલેશંસ કોડનો સમાવેશ થાય છે. આ બિલોનો મજૂર સંગઠનો વિરોધ કરી રહ્યા છે. તેથી સરકારે આગામી દિવસોમાં ખેડૂતોની સાથે મજૂર સંગઠનોના રોષનો પણ સામનો કરવો પડી શકે છે.

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!