કૃષિ કાયદાઓ બાબતે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11મા તબક્કાની બેઠક પણ નિષ્ફળ રહી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂતોને ચોખ્ખું સંભળાવી દીધું કે, સરકારે અત્યાર ઘણા વિકલ્પો ખેડૂતો સમક્ષ રાખ્યા, પરંતુ હવે આના કરતા વધુ સારું તેઓ કરી શકતા નથી. તેમણે ખેડૂત સંગઠનોને ફરી વિચારણા કરવા માટે કહ્યું છે. સરકાર અને ખેડૂતો વચ્ચેની આગામી બેઠકની તારીખ નક્કી નથી. કૃષિ નેતાએ રાકેશ ટિકૈતે જણાવ્યું કે,‘સરકાર તરફથી નવો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ખેડૂત કાયદાને 1.5ને બદલે 2 વર્ષ માટે સ્થગિત કરી શકાય છે. આ પ્રસ્તાવ મંજૂર હોય તો શનિવારે ફરી બેઠક કરી શકાય છે તેવું જણાવવામાં આવ્યું છે.’
કૃષિ મંત્રીએ કહ્યું- સરકાર આના કરતા વધુ સારું કરી શકે નહીં
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે,‘કૃષિ કાયદાઓ દોઢ વર્ષ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ સરકારે આપ્યો હતો. આનાથી વધુ સારો પ્રસ્તાવ સરકાર આપી શકે નહીં. જો ખેડૂતો વાત કરવા માગતા હોય તો ફરી કાલે મળી શકાય છે. પરંતુ કાલે વિજ્ઞાન ભવન ખાલી નથી.’ કૃષિ મંત્રીએ ખેડૂતોનો વાતચીત માટે આવવા બદલ આભાર માન્યો હતો. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, કૃષિ કાયદાઓમાં કોઈ જ ખામી નથી પરંતુ ખેડૂતોના સમ્માનને જાળવી રાખવા માટે સરકારે ખેડૂતો સમક્ષ કાયદાને 2 વર્ષ માટે સ્થગિત કરવાનો નવો પ્રસ્તાવ આપ્યો છે.

કાયદા પરત લેવાની માંગ પર અડગ ખેડૂતો
કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓને 1.5 વર્ષ માટે સ્થગિત કરવા ઉપરાંત કાયદાઓમાં સુધારો કરવા સુધીના પ્રસ્તાવ આપ્યા હતા. જોકે ખેડૂતો કાયદાને પરત લેવાની માંગ પર અડગ છે. તેમણે જ્યાંસુધી કાયદા પરત નહીં લેવાય ત્યાંસુધી આંદોલન ચાલતું રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. ખેડૂતોએ કાયદા 1.5 વર્ષ માટે સ્થગિત કરવાના પ્રસ્તાવને ઠુકરાવી દીધા છે. બીજી તરફ ઉમા ભારતીએ ખેડૂતો અને સરકારને સાથે મળીને વાત કરવાની સલાહ આપી, જે રીકે 1989માં થયું હતું. તેમણે કહ્યું કે, કોઈપણ પક્ષ આ મુદ્દાને અહમનો સવાલ ના બનાવે.
તિરંગા સાથે ટ્રેક્ટર રેલી નીકળીને જ રહેશેઃ ટિકૈત
ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચેની 11મી બેઠક અગાઉ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે,‘ખેડૂતો ટ્રેક્ટર રેલી જરૂર નીકાળશે, અમે તિરંગા સાથે ટ્રેક્ટર રેલી નીકાળીએ એવામાં આ આ મુદ્દે મંજૂરી શા માટે નથી અપાતી.’ સરકાર સાથેની બેઠક બાદ ખેડૂતો પોલીસ સાથે ટ્રેક્ટર રેલી મુદ્દે બેઠક કરશે.
ખેડૂત નેતા શ્રવણ સિંહે જણાવ્યું કે,‘અમારું આંદોલન ચાલતું રહેશે. આ સાથે જ ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી પણ નીકળશે. અમે દેશના તમામ રાજ્યોના ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ આ રેલીમાં જોડાય. ભાજપ તરફથી આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. અમુક લોકો આંદોલનમાં ઘુસી માહોલ બગાડવાનો પ્રયાસ કરી શકે છે. જેથી આંદોલનને તોડી શકાય.’ ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટર રેલી નીકાળવાના છે પરંતુ પોલીસે આ માટે મંજૂરી આપી નથી. ખેડૂતો દિલ્હીના રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી નીકાળવા પર અડગ છે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી