GSTV

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલનને જોતા હવે સરકાર બેકફૂટ પર આવી ગઇ છે. દિલ્હી સરહદની નજીક એકત્ર થયેલા ખેડૂતોએ ગૃહ પ્રધાન અમિત શાહની વાતચીતનો પ્રસ્તાવ ફગાવી દઇને દિલ્હીને ઘેરવાનું એલાન કર્યું. જે બાદ કેન્દ્રીય પ્રધાન સરકારનો પક્ષ રાખવા આગળ આવ્યા. કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે ટ્વિટ કરીને કહ્યું કે નવા કૃષિ કાયદા એપીએમસી માર્કેટને સમાપ્ત કરતા નથી. યાર્ડ પહેલાની જેમ જ ચાલતા રહેશે.

નવા કાયદામાં ખેડૂતો પોતાનો પાક ગમે ત્યાં વેચી શકવાની આઝાદી છે. જે પણ ખેડૂતોને સારા ભાવ આપશે તે પાક ખરીદી શકશે. પછી તે યાર્ડની અંદર હોય કે યાર્ડની બહાર હોય. તો રવિ શંકર પ્રસાદના ટ્વિટ બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ ટ્વિટ કરીને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો.

તેમણે કહ્યું કે કૃષિ કાયદા પર ગલતફહમી ન રાખો. પંજાબના ખેડૂતોએ ગત વર્ષ કરતા વધુ અનાજ એપીએમસીમાં વેચ્યું અને તે પણ વધુ એમએસપી પર વેચ્યું. એમએસપી પણ જીવિત છે અને યાર્ડ પણ જીવિત છે. સરકાર દ્વારા ખરીદી પણ થઇ રહી છે.

READ ALSO

Related posts

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!