GSTV

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

Last Updated on July 26, 2021 by pratik shah

કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આંદોલનમાં હવે મહિલો પણ જોડાઈ છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું હતું. આ કિસાન સંસદની કમાન શહીદ ભગતસિંહની ભત્રીજીએ સંભાળી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ગુલ પનાગ પણ જંતર-મંતર પર મહિલા ખેડૂતોનું સમર્થન કરવા પહોંચી હતી.

આ દરમિયાન ગુલ પનાગ એક્ટ્રેસે મહિલા ખેડૂતો સાથે સેલ્ફી લેવાની સાથે કૃષિ કાયદાઓ વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી. મહિલાઓ યોજેલી કિસાન સંસદમાં આવશ્યક વસ્તુઓના સંશોધિત બિલ પર ચર્ચા કરવામા આવી. ખેડૂતોએ એમએસપીની માંગ આગળ પણ કરતા રહેવાની વાત કરી હતી.

ખેડૂતોએ કહ્યું કે,‘સરકાર અમને આતંકવાદી અને ખાલિસ્તાની સહિતના નામોથી સંબોધન કરવાનું ચાલુ રાખે પરંતુ જો તેમની અંદર તાકાત હોય તો આતંકીઓ અને ખાલિસ્તાનીઓ દ્વારા ઉગાવવામાં આવતા અનાજનો ઉપયોગ કરવાનું બંધ કરે. સરકાર ખેડૂતો સાથે દુર્વ્યવહાર કરી રહી છે. ખેડૂતો જ દેશને જીવંત રાખે છે.’

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!