GSTV

600થી 700 ખેડૂતોના મોતના દાવા વચ્ચે સરકારે કહ્યું એક પણ ખેડૂતનું નથી થયું મોત તો વળતરનો સવાલ જ નથી, કોણ સાચું સરકાર કે ખેડૂતો

ખેડૂત

Last Updated on December 1, 2021 by pratik shah

કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનમાં એક પણ ખેડૂતનું મૃત્યું નથી થયું. આ વાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિત જવાબમાં કહી હતી. તોમરે કહ્યું હતું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યું થયું હોવાનો કોઈ જ રેકોર્ડ નથી. તેવામાં મૃતક ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો.

ખેડૂતો

હકીકતે લોકસભામાં સરકારને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર પાસે કોઈ ડેટા છે કે, આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા અને શું સરકાર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપશે. જો તેમ હોય તો સરકાર આ અંગેની વિસ્તૃત જાણકારી આપે, જો ન હોય તો સરકાર તેનું કારણ દર્શાવે.

farmers protest

આ બાજૂ ખેડૂત સંગઠનોનો દાવો છે કે, ખેડૂત આંદોલન દરમિયાન લગભગ 700થી વધારે ખેડૂતોના મોત થયા છે. આપને જણાવી દઈએ કે, 11 દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કરતા ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી હતી અને ખેડૂતો પાસે તેમણે માફી પણ માગી હતી.

READ ALSO

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!