GSTV

ખેડૂતો માટે ખુશખબર/ હવે સરળતાથી મેળવી શકશો SBIનું કિસાન ક્રેડિટ કાર્ડ, આ છે સમગ્ર પ્રક્રિયા

કાર્ડ

મોદી સરકાર વધુથી વધુ ખેડૂતોને KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે અભિયાન ચલાવી રહી છે. કોરોના લોકડાઉન સમયે સરકારે 2.5 કરોડ ખેડૂતોને કાર્ડ આપવાનો લક્ષ્ય બનાવ્યો છે. અત્યાર સુધીમાં 1.5 કરોડ નવા લાભાર્થી બન્યા છે. 1 કરોડ વધુ લોકોને ફ્રીમાં બનાવવાના છે. આ ટારગેટ પૂરો કરવા માટે બેંકની ભૂમિકા મહત્વની છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના કાર્ડની પૂરી જાણકારી આપી છે.

કાર્ડ

સરકારે KCC સ્કીમનો વિસ્તાર વધારવા માટે બેંકોના ગ્રામિણ ક્ષેત્રમાં કેપ લગાવવાનું કહ્યું છે. સાથે જ તેને બનાવવા માટે પ્રોસેસિંગ ફી ખતમ કરવામાં આવી છે. જેને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમથી લિંક કરવામાં આવી છે. જેથી KCC બનાવવામાં સરળતા રહે. PM કિસાન સ્કિમ હેઠળ કરોડો ખેડૂતોનો તમામ ડેટા કેન્દ્ર સરકારે વેરિફાઈ કર્યો છે. એટલા માટે બેંક KCC આપવામાં બેદરકારી કરી શકતી નથી.

SBIના કાર્ડની  વિશેષતાઓ અને લાભ

  • KCC ખાતામાં ક્રેડિટ બેલેન્સ પર બચત બેંકના દરે વ્યાજ આપવામાં આવે છે.
  • તમામ KCC ઉધારકર્તાઓ માટે ફ્રીમાં ATM-ડેબિટ કાર્ડ આપવામાં આવે છે.
  • 3 લાખ સુધીની લોન રકમ માટે 2 % પ્રતિ વર્ષના દરથી વ્યાજ છૂટ મળે છે.
  • સમય પર પૈસા પરત કરવા પર 3 % પ્રતિ વર્ષના દરથી અતિરિક્ત વ્યાજ છૂટ મળે છે.

1.60 લાખ સુધી ગેરેન્ટી વગર લોન

– KCC લોન માટે નોટીફાઈ ક્ષેત્ર, પાક વીમા અંતર્ગત કવર કરવામાં આવે છે.

– પ્રથમ વર્ષ માટે લોનની માત્રા ખેડૂત કિંમત, પાક બાદ ખર્ચના આધાર પર નિર્ધારિત કરવામાં આવે છે.

– 5 વર્ષ દરમ્યાન નાણાંની માત્રામાં વૃદ્ધિના આધાર પર ઋણ સ્વીકૃત કરવામાં આવશે.

– 1.60 લાખ સુધીની KCC સીમા માટે ગેરેન્ટીની જરૂરત નથી.

– આપવાની તારીખ બાદ અર્ધ વાર્ષિક રૂપે ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે છે.

જરૂરી દસ્તાવેજ

  • વિધિવત રીતે ભરવામાં આવતું આવેદનપત્ર
  • ઓળખ પ્રમાણ-મતદાતા પત્ર, પેન કાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ, ડીએલ વગેરે.
  • વ્યક્તિગત ખેતી કે સંયુક્ત ખેતી કરી રહેલા ખેડૂતો આના માટે પાત્ર છે.
  • ભાડૂત, ભાગીદાર ખેડૂત અને સ્વયં સહાયક સમૂહ પણ લાભ લઈ શકે છે.  

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!