GSTV

ખેડૂતો આંદોલનને લઈને મીનાક્ષી લેખીએ કર્યું વિવાદિત નિવેદન, રાકેશ ટિકૈતે કરી આકરી ટીકા

Last Updated on July 22, 2021 by Pritesh Mehta

ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખીએ પ્રદર્શનકારી ખેડૂતો માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. મિનાક્ષી લેખીએ કહ્યું કે,‘દેશ જાણે છે કે, 26 જાન્યુઆરીએ શું થયું હતું. આ બધા પ્રદર્શન રાજકીય એજન્ડા હેઠળ કરવામા આવી રહ્યાં છે. તેઓ ખેડૂતો નહીં ગુંડાઓ છે.

એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે, 26 જાન્યુઆરીએ જે થયું તે ગુનાહિત પ્રવૃત્તિઓ હતી. વિપક્ષ દ્વારા આવી બાબતોને પ્રોત્સાહન આપવામા આવે છે.’ સંસદનું ચોમાસું સત્ર થયા બાદ આજે ખેડૂતોએ જંતર-મંતર ખાતે પ્રદર્શન શરૂ કર્યું હતું. આ દરમિયાન ખેડૂત સંસદનું પણ આયોજન કરવામા આવ્યું હતું.

ખેડૂતો

મીનાક્ષી લેખીના નિવેદન પર ભડક્યા રાકેશ ટિકૈત

મિનાક્ષી લેખીના વિવાદિત નિવેદન મુદ્દે સોશિયલ મીડિયા પર હંગામો થઈ રહ્યો છે, આ દરમિયાન ઘણા યુઝર્સે લેખીના રાજીનામાની માગ કરી હતી. બીજી તરફ આંદોલનકારી ખેડૂતોને ગુંડા કહેનાર કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખીને જવાબ આપતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે,‘ગુંડા એ છે, જે કંઈ નથી કરતા. ખેડૂતો માટે આ પ્રકારના શબ્દો વાપરવા યોગ્ય નથી. અમે ખેડૂત છીએ, ગુંડા નથી. ખેડૂત અન્નદાતા છે.’ ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ કહ્યું કે,‘આવા નિવેદન 80 કરોડ ખેડૂતોનું અપમાન છે. અમે ગુંડા હોઈએ તો મિનાક્ષી લેખીએ અમારા દ્વારા ઉત્પાદિત અનાજને ખાવાનું છોડી દેવું જોઈએ. તેમને આવા નિવેદન આપવા મુદ્દે શરમ આવવી જોઈએ. અમે તેમની વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ કિસાન સંસદમાં પસાર કર્યો હતો.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!